fbpx
બોલિવૂડ

અભિનેત્રી ઉર્વશી રાઉતેલા-રિષભ પંત વિવાદ, જાણો સમગ્ર મામલો

અભિનેત્રી ઉર્વશી રાઉતેલા છેલ્લા કેટલાક દિવસથી તેના જૂના બહુ ચર્ચિત અફેરને કારણે લાઈમલાઈટમાં રહે છે. ઉર્વશી-રિષભ વચ્ચેની ઈલુ-ઈલુની વાતો અનેકવાર સામે આવી ચૂકી છે. આ છેલ્લા ૪ વર્ષથી છુપાઈને ડેટિંગ કરી રહ્યું હતું અને અચાનક બંનેમાંથી કોઈને વાંકુ પડતા તેઓ છૂટા પડ્યા હોવાના રિપોર્ટ્‌સ સામે આવ્યા હતા. આ વાતને મીડિયા સમક્ષ ઉર્વશી જ લાવી હતી અને એક ઈન્ટરવ્યૂમાં તેને રિષભ પંતનો ઉલ્લેખ કર્યો હતો અને ત્યારબાદ તે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને ચીઅરઅપ કરતી નજર આવી હતી અને ભારતીય ટીમ ્‌૨૦ વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા પહોંચતા ઉર્વશીએ પણ ઓસ્ટ્રેલિયાની વાટ પકડી હતી. આ અંગે ઉર્વશીએ પોસ્ટ કરતા જ, નેટિઝન્સે તેને ટ્રોલ કરી હતી. ઉર્વશીએ કરવા ચોથની ઉજવણી પર એક ઈમોશનલ વીડિયો પોસ્ટ કરી હતી અને તેની સાથે પોસ્ટ લખીને પોતાનું દુઃખ પણ વ્યકત કર્યું હતું.

ઉર્વશીએ પોસ્ટ કરેલી વીડિયોમાં તે એકદમ નિરુત્સાહી નજર આવી હતી અને કોઈની રાહ જાેઈ રહી હોય તેમ દર્શાવ્યું હતું. આ સાથે તેણે લખ્યું હતું કે, પહેલા ઈરાનમાં થયું અને હવે ઈન્ડિયામાં થઈ રહ્યું છે. મને ‘સ્ટોકર’ તરીકે ઓળખવામાં આવી રહી છે. મારી કોઈ ચિંતા નથી કરતુ અને મને સપોર્ટ પણ નથી મળી રહ્યો. એક સ્ટ્રોંગ મહિલાની પરિભાષા છે એ છે કે, તે દરેક વાતને મહેસૂસ કરે છે અને કોઈ ફિકર વગર પ્રેમ કરે છે. તેના આંસુ પણ હાસ્યની જેમ વરસે છે. તે નમ્ર અને શક્તિશાળી હોવાની સાથે વ્યવહારુ અને આધ્યાત્મિક છે. આ મહિલા વિશ્વ માટે એક ભેટ સમાન છે. ઉર્વશી રાઉતેલાએ તેની આ પોસ્ટ દ્વારા ટ્રોલર્સ પર તંજ કસ્યો છે અને તેમને સીધો મેસેજ આપ્યો છે. ટ્રોલિંગ અને અફવાઓનો સીધો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ પોસ્ટની સાથે જ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઉર્વશીએ ઓસ્ટ્રેલિયાનો મેપ શેર કર્યો હતો અને લખ્યું હતું કે, જુઓ ઓસ્ટ્રેલિયા કેટલું મોટું છે.

ઉપરાંત, મીડિયા તેનો ‘સ્ટોકર’ તરીકે ઉલ્લેખ કરી રહ્યું હોવાના કારણે ‘સ્ટોકર’નો ગુગલ મીનિંગ તેણે સ્ટોરીમાં અપલોડ કર્યો હતો અને આડકતરી રીતે તે ઓસ્ટ્રેલિયા તે રિષભ પંતનો પીછો કરતી નહોતી પહોંચી પરંતુ બીજા કોઈ પ્રોજેક્ટ અંતર્ગત ઓસ્ટ્રેલિયા ગઈ હતી તેવી આડકતરી ચોખવટ કરી હતી. ઈન્ડિયન ટીમની ક્રિકેટ મેચ દરમિયાન ઉર્વશી રાઉતેલા સ્ટેડિયમમાં જાેવા મળે છે. ક્રિકેટ મેચ જાેવાના બહાને ઉર્વશી ઋષભ પંતને ફોલો કરતી હોવાનું કહેવાય છે. ક્રિકેટર ઋષભ પંત ટી-૨૦ ટીમમાં સિલેક્ટ થયેલો છે અને હાલ તે ઓસ્ટ્રેલિયામાં છે. ઉર્વશીએ પણ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ પોતાના આગમનનો ઢંઢેરો પીટ્યો હોય તેમ મંગળસૂત્ર પહેરેલો ફોટોગ્રાફ શેર કર્યો હતો. લગ્ન બાદ મહિલા મંગળસૂત્ર અને સેંથામાં સિંદર રાખતી હોય છે.

ઉર્વશીએ પોતાનો આવો ફોટોગ્રાફ શેર કરવાની સાથે પ્રેમમાં ડૂબેલી મહિલાની જેમ પોસ્ટ લખી હતી. ઉર્વશીએ તેમાં ઋષભનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ તેનો ઈશારો પંત તરફ જ હોવાનું નેટિઝન્સ માને છે અને તે બદલ તેને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. ઉર્વશીની આ હરકતને જાેઈને ક્રિકેટપ્રેમીઓ ટ્રોલર્સ બની ગયા હતા. ઋષભને ડાઈવર્ટ નહીં કરવા અને ્‌૨૦ વર્લ્ડકપ પછી તમારા બંનેના લગ્ન કરાવી દઈશું તેવું પણ નેટિઝન્સે ઉર્વશીને જણાવ્યું હતું. ઋષભ પંત અને ઉર્વશી રાઉતેલા વચ્ચે રોમેન્ટિક રિલેશન્સ હોવાનું કહેવાય છે.

વર્ષ ૨૦૧૮થી જ આ કપલ ડેટ કરી રહ્યું હોવાના અનેક અહેવાલ પ્રકાશિત થઈ ચૂક્યા છે, પરંતુ આ રિલેશન્સ તો ક્યારેય કન્ફર્મ થયા નથી. તેમની વચ્ચેની કડવી લડાઈ જાહેરમાં આવી હતી. ઋષભનો ઇઁ તરીકે અને તેને છોટુ ભૈયા કહીને કરીને ઉર્વશીએ મજાક ઉડાવી હતી. તેના જવાબમાં ઋષભે ઉર્વશીનું નામ લીધા વગર તેને સાવ જૂઠ્ઠી કહી હતી. ઉર્વશીની આ સમગ્ર કવાયતને જાેતાં તે ઋષભ પંત સાથે પેચઅપ માટે મથામણ કરી રહી હોવાનું લાગે છે, પરંતુ ઉર્વશીના આડકતરા ઈશારા પછી પણ રિષભનું મૌન ઘણું બધું કહી જાય છે.

Follow Me:

Related Posts