અભિનેત્રી ઋચા ચઢ્ઢા અને અલી ફઝલની લગ્ન કોરોનાના કારણે હજુ સ્થગિત રાખવામાં આવ્યા છે
ઋચા અને અલી પહેલીવાર વર્ષ ૨૦૧૨માં ફિલ્મ ફુકરેના સેટ પર મળ્યા હતા. સાથે કામ કરતી વખતે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ઋચાએ કહ્યું હતું કે જ્યારે બંને તેમના ઘરે ચૅપ્લિન ફિલ્મ જાેઈ રહ્યા હતા,ત્યારે તેણે અલીને પ્રપોઝ કર્યુ હતુ. જ્યારે અલીએ તેના દિલની વાત જણાવવામાં લગભગ ત્રણ મહિનાથી વધુ સમય લીધો હતો. ૫ વર્ષ સુધી બંનેએ તેના સંબંધને સિક્રેટ રાખ્યો હતો.તમને જણાવી દઈએ કે, ઋચા અને અલીએ વેનિસમાં વિક્ટોરિયા અને અબ્દુલના વર્લ્ડ પ્રીમિયર દરમિયાન બધાની સામે તેમના પ્રેમનો સત્તાવાર રીતે સ્વીકાર કર્યો હતો.
આ પહેલા માલદીવના પ્રવાસ દરમિયાન અલીએ ઋચા માટે એક રોમેન્ટિક ડિનરનું પણ આયોજન કર્યું હતું. ઋચા અને અલી ૨૦૨૦ માં લગ્ન કરવાના હતા, પરંતુ કોવિડને કારણે તે સ્થગિત કરવાની ફરજ પડી હતી.બંને પોતાના પરિવાર અને મિત્રો સાથે ગ્રાન્ડ વેડિંગ કરવા ઈચ્છે છે, તેથી હાલ પૂરતું બંનેએ લગ્નનું આયોજન કેન્સલ કર્યું છે.ઋચા ચઢ્ઢા અને અલી ફઝલ બોલિવૂડની લોકપ્રિય જાેડી છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે. છેલ્લા કેટલાક સમયથી કોવિડના કારણે વારંવાર તેના લગ્ન સ્થગિત થઈ રહ્યા છે. ત્યારે આજે એક્ટ્રેસના જન્મદિવસ છે.
Recent Comments