fbpx
બોલિવૂડ

અભિનેત્રી કંગના રનૌત બિગ બોસ જેવો શો કરશે

અભિનેત્રી કંગના રનૌત તેના અભિનયની સાથે સાથે કોન્ટ્રોવર્સી ક્વીન તરીકે પણ જાણીતી છે. તે હંમેશા તેના નિવેદનો અને ઓનલાઈન પોસ્ટ્‌સ માટે હેડલાઈનમાં રહે છે. અભિનેત્રી ફરી એકવાર એ જ માર્ગ પર છે અને આ વખતે તે છઙ્મં બાલાજી અને સ્ઠ પ્લેયરના શો ‘લોક અપઃ બદસ જેલ, અત્યાત્રી ખેલ’ સાથે ‘બિગ બોસ‘નું પોતાનું વર્ઝન હોસ્ટ કરવા માટે તૈયાર છે.

જેનું નિર્માણ એકતા કપૂર દ્વારા કરવામાં આવ્યું છે. આ રિયાલિટી શો ૨૪×૭ લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે અને હોસ્ટ કંગના રનૌત સાથે સેલિબ્રિટી સ્પર્ધકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. કંગના હવે બોલિવૂડ સ્ટાર કિડ્‌સના જીવન પાછળના ઘેરા રહસ્યો જાહેર કરશે કે કેમ અને પડદા પાછળ શું થાય છે તે જાેવાનું બાકી છે. અમે એ પણ અનુમાન લગાવી રહ્યા છીએ કે કંગનાની સાઈડ સ્ટોરી સાંભળવા મળશે કે કેમ જેની સાથે તેણીનો વિવાદ થયો હતો અને યાદીમાં હૃતિક રોશન, કરણ જાેહર, દીપિકા પાદુકોણ, સોનુ સૂદ વગેરેના નામ સામેલ છે.

હવે દર અઠવાડિયે કંગનાને જેલરની ભૂમિકા નિભાવતી જાેવાનું ખૂબ જ રોમાંચક હશે. છન્‌મ્ટ્ઠઙ્મટ્ઠદ્ઘૈ અને સ્ઠ ઁઙ્મટ્ઠઅીિ તેમના સંબંધિત પ્લેટફોર્મ પર શોને ૨૪×૭ લાઈવ સ્ટ્રીમ કરશે અને દર્શકોને સીધા સ્પર્ધકો સુધી લઈ જશે. દર્શકોને તેમના પસંદ કરેલા સ્પર્ધકોને સજા અથવા પુરસ્કાર આપવાની અને તેમાંથી કેટલાક માટે ‘ખબરી’ની ભૂમિકા ભજવવાની તક પણ મળશે. એન્ડેમોલ શાઈન ઈન્ડિયા દ્વારા નિર્મિત, આ શો છન્‌મ્ટ્ઠઙ્મટ્ઠદ્ઘૈ અને સ્ઠ ઁઙ્મટ્ઠઅીિ પર ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૨થી પ્રીમિયર થશે.

Follow Me:

Related Posts