બોલિવૂડ

અભિનેત્રી કાજાેલ ટુંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરશે

બોલિવૂડ અભિનેત્રી છેલ્લા દાયકાથી ફિલ્મોમાં તેની આગવી અદાકારીનો જાદુ પથારી રહી છે. આજકાલ કાજાેલ ફિલ્મોમાં જાેવા નથી મળતી પરંતુ ટૂંક સમયમાં તે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. અગાઉ, અનેક ચર્ચાઓ હતી કે, કાજાેલ કોઈ વેબસિરીઝનું શૂટિંગ કરી રહી છે અને તે ટૂંક સમયમાં ડિજિટલ સ્ક્રીન પર દેખાશે પરંતુ મળતી માહિતી મુજબ, કાજાેલ એક નવા જ ફોર્મેટના શોમાં નજર આવવાની છે અને આ અંગેની પુષ્ટિ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટારના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી થઈ છે.

આ પ્લેટફોર્મ દ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવી રહી છે. જેમાં કાજાેલ જાેવા મળી રહી છે. ડિરેક્ટર તેને તેની સક્સેસફૂલ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ ના ફેમસ ડાયલોગ ‘પલટ, પલટ…’ કહીને સંબોધી રહ્યો છે અને થોડી સેકન્ડમાં જ કાજાેલ સ્ક્રીન પર નજર આવે છે. સામે આવીને કાજાેલ કહે છે કે, ‘હા, હા હું જ છું. મારા સિવાય બીજાે કોણ હોઈ શકે અને હું ટૂંક સમયમાં મારો નવો શો લઈને આવી રહી છું’. ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટારના કન્ટેન્ટ હેડ ગૌરવ બેનર્જીનું કહેવું છે, કાજાેલના સાથે કોલોબ્રેશનથી અમે સૌ ખુશ છીએ.

તેમનો ચાર્મ ત્રણ દાયકાથી વધતો જ રહ્યો છે અને તેની લોકપ્રિયતા આજેપણ અકબંધ છે.અમે અમારા નવા શોને લઈને ખૂબ જ એક્સાઈટેડ છીએ. અમે એક અનોખી જર્ની શરુ કરવા જઈ રહીએ છીએ. જેથી યુનિક સ્ટોરીના માધ્યમથી ઓડિયન્સને પ્રેમસભર વાર્તાઓથી જાેડીને ઇમોશનલી કનેક્ટ કરી શકાય.

Related Posts