અભિનેત્રી ગહેનાની આગોતરા જામીન અરજી ફગાવાઈ
કુંદ્રા મુખ્ય કાવતરાખોર હોવાનું મુંબઈ પોલીસનું કહેવું છે. સ્ટ્રગલ કરતા મોડેલ અને કલાકારોને શોર્ટ ફિલ્મના નામે અને વેબ સિરીઝના નામે તેમની પાસે તેમની ઈચ્છા વિરૂદ્ધ અશ્લીલ દ્રશ્યો કરાવવામાં આવતા હતા. મુંબઈ પોલીસને અનેક મોબાઈલ એપ્લિકેશનો જેવી કે હોટશોટ એપનો ઉપયોગ પોર્ન સર્ક્યુલેટ કરવા માટે કરાતો હોવાનું જણાયું હતું.પોર્ન રેકેટ કેસમાં ત્રીજી એફઆઈઆરમાં અભિનેત્રી ગહેના વશિષ્ઠની અગોતરા જામીન અરજી બોમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી છે. ગહેનાએ ઉમેશ કામતનું નામ આપ્યું હતું જેના થકી મુખ્ય આરોપી રાજ કુંદ્રાની આ કૌભાંડ સાથેની સાઠગાંઠ બહાર આવી હતી. ગયા મહિને મુંબઈ સેશન્સ કોર્ટે માલવણી પોલીસસ્ટેશનમાં નોંંધયેલા કેસમાં અગોતરા જામીન અરજી ફગાવી હતી. આ કેસ ત્યાર બાદ ક્રાઈમ બ્રાંચને સોંપાયો હતો. ગહેનાની અગાઉ સાતમી ફેબુ્રઆરી ૨૦૨૧ના રોજ પોર્ન રેકેટ કેસમાં ધરપકડ થઈ હતી. પોર્ન ફિલ્મ શૂટિંગ અને અપલોડ કરવાના કેસમાં તેની ફેબુ્રઆર ૨૦૨૧માં ધરપકડ થઈહતી. તપાસ બાદ તેણે ઉમેશ કામતનું નામ આપ્યું હતું. તેના મારફત કુંદ્રા અને અન્ય લિંક બહાર આવી હતી.૧૯ જુલાઈએ મુંબઈ પોલીસે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી.
Recent Comments