અભિનેત્રી તમન્ના ભાટિયાના જન્મદિવસે ચાહકોએ તેમને યાદ કર્યા
તમન્ના ભાટિયાનો જન્મ ૨૧ ડિસેમ્બર ૧૯૮૯ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ સંતોષ અને માતાનું નામ રજની ભાટિયા છે. તમન્નાના પિતા મોટા હીરાના વેપારી છે. તમન્નાએ શરૂઆતનું શિક્ષણ માણક જી કૂપર એજ્યુકેશનલ ટ્રસ્ટ સ્કૂલ જુહુમાં લીધુ હતુ. તમન્નાએ અભિજીત સાવંતના આલ્બમ સોંગ ‘લફજાે મેં’માં પણ કામ કર્યું છે જે વર્ષ ૨૦૦૫માં રિલીઝ થયો હતો.
અભિનેત્રી તમન્ના ભાટિયાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત ખૂબ જ નાની ઉંમરે કરી હતી. તેણે માત્ર ૧૫ વર્ષની ઉંમરે ૨૦૦૫માં ફિલ્મ ‘ચાંદ સા રોશન ચહેરા’થી ડેબ્યૂ કર્યું હતું. જાેકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. તે જ વર્ષે તમન્નાહને તેલુગુ ફિલ્મ ‘શ્રી’ની ઓફર મળી અને તેણે તેલુગુ ફિલ્મમાં પણ કામ શરૂ કર્યું. જે બાદ તેણે ૨૦૦૬માં તમિલ ફિલ્મ ‘કેડી’માં કામ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, બોલિવૂડમાં ડેબ્યુ કર્યા બાદ તમન્નાએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તમન્ના ભાટિયા બોલિવૂડથી શરૂઆત કરીને સાઉથ તરફ આગળ વધી અને તેણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાયું.
તેણે સાઉથની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યુ છે, જેમાંઅયાન, રચના, દેવી, પૈયા, બદ્રીનાથ, અગડુ, સ્કેચ, દેવી ૨, સુરા, વીરમ, વૈંઘાઈ, ઓસારવેલ્લીનો સમાવેશ થાય છે.સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી એવી અભિનેત્રીઓ હતી જેમણે બોલિવૂડમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે. સાઉથની જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયાએ માત્ર તમિલ સિનેમામાં જ કામ કર્યું નથી પરંતુ તેલુગુ, કન્નડ અને હિન્દી ભાષાની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તમન્નાએ ખૂબ જ નાની ઉંમરમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે તમન્નાનો જન્મદિવસ છે, ત્યારે આજે અમે તમને એક્ટ્રેસ સથે જાેડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશુ.
Recent Comments