દિશા આજે તેનો ૩૦મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ચાહકો માટે પોતાની મનમોહક તસવીરો શેર કરતી રહે છે. દિશા પટણીના કરોડો ચાહકો છે, જેઓ તેના કામના જીવનથી લઈને તેના અંગત જીવન વિશે સતત અપડેટ રહેવા માંગે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દિશાના તમામ ચાહકો હજુ પણ તેનું સાચું નામ નથી જાણતા. દિશા પટણીના નામની વારંવાર એટલી હદે ખોટી સ્પેલિંગ કરવામાં આવી છે કે તેણે તેના નામની સાચી જાેડણી અંગે સ્પષ્ટતા આપવી પડી. તેણે પોતાના નામના સ્પેલિંગ વિશે માત્ર એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટતા જ નથી કરી પરંતુ સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ પોર્ટલ પર લખવામાં આવી રહેલા ખોટા સ્પેલિંગને કારણે તેણે ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાને લઇને અનેક વાર ખુલાસા કર્યોછે. દિશા પટણીએ આવું એટલા માટે કર્યું કે લોકો તેના નામની સાચી સ્પેલિંગ જાણી શકે અને વારંવાર ખોટું નામ લખવાની ભૂલ ન કરે. પરંતુ આખરે દિશા પટણીનું સાચું નામ શું છે? દિશા પાટણી કે દિશા પટણી? એક ઈન્ટરવ્યુમાં દિશાએ કહ્યું હતું કે તેનું સાચું નામ પટાણી નહીં પરંતુ પાટણી છે અને મોટાભાગના લોકો તેનું નામ ખોટું લખે છે. આટલું જ નહીં, દિશા પટણીએ મૂંઝવણ દૂર કરવા માટે ઈન્સ્ટાગ્રામ પર તેના નામનો સ્પેલિંગ ખૂબ જ અનોખી રીતે લખ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર એટલે તેમણે તેના નામની આગળ બ્રેકેટમાં ઁની પછી ડબલ છ મૂકયાં છે. તેને ખુલાસો કર્યો કે પને કાનો માત્ર આવશે ન કે ટ પર કોઇ માત્ર આવશે. ઉમ્મીદ છે કે, આજ બાદ એક્ટ્રેસનું નામ ખોટી રીતે નહીં લખાય. આજે જન્મદિવસના અવસરે એક્ટ્રેસને ફેન્સ સોશિયલ મીડિયા દ્વારા શુભકામના આપી રહ્યાં છે.
અભિનેત્રી દિશા પાટની પોતાનો ૩૦મો જન્મદિવસ ઉજવી રહી છે

Recent Comments