અભિનેત્રી નોરા ફતેહીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની નવી તસવીરો પોસ્ટ કરી છે, જેના પરથી ચાહકોની નજર હટતી નથી. નોરાએ બ્લેક કલરનો ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે,જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. પહેલા ફોટોમાં તે ઉભી અને પોઝ આપતી જાેવા મળી રહી છે, જ્યારે બીજા ફોટોમાં નોરાએ તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કર્યા છે. ડાન્સિંગ દિવાના નોરાના આ લૂકથી ચાહકો ઉડીને આંખે વળગે છે અને કોમેન્ટ સેક્શનમાં તેના જાેરદાર વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, નોરા ઉફ્ફ. અન્યએક યુઝરે કોમેન્ટ કરી હતી કે, નોરા તે આગ લગાડી દીધી. કેટલાકે નોરાને હોટી કહી છે, તો કેટલાકે તેને ફાયર ઇમોજી દ્વારા હોટ હોવાનું સ્વીકાર્યું હતું.
આ તસવીરોનેમાત્ર બે કલાકમાં ૨ લાખ ૭૮ હજારથી વધુ લાઈક્સ મળી છે. નોરા ફતેહી વર્તમાન દિવસોમાં શો ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ને જજ કરી રહી છે. તેમના સિવાય માર્ઝી પાસ્તોનજી અને નીતુ કપૂર પણ આ શોના જજછે. આ શોનું પ્રીમિયર ૨૩ એપ્રીલ, ૨૦૨૨થી શરૂ થયું છે. નોરાએ ‘દિલબર’, ‘ડાન્સ મેરી રાની’, ‘નચ મેરી રાની’ જેવા ગીતો પર તેના શાનદાર અભિનયથી લોકોના દિલજીતી લીધા છે. નોરા ફતેહી છેલ્લે ફિલ્મ ‘ભુજ ઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ માં જાેવા મળી હતી, જેમાં તેણે અજય દેવગણ, સંજય દત્ત અને સોનાક્ષી સિંહા જેવા સ્ટાર્સ સાથેકામ કર્યું છે.નોરા ફતેહીએ પોતાના ડાન્સ સ્ટાઈલથી ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આ સાથે તે પોતાના નવા હોટ લૂકથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે. હવે નોરાએ પોતાની નવી તસવીરોની ઝલક બતાવી છે, જેના પર ચાહકોની નજર ટકેલી રહે છે. લોકો તેના ફોટા વારંવાર જુએ છે. ફેન્સ તેના ફોટો પર લાઇક અને કોમેન્ટનો વરસાદ કરતા રહે છે.
Recent Comments