fbpx
બોલિવૂડ

અભિનેત્રી પરિણીતિ ચોપરા સાથે અફવા ઉડ્યા બાદ ‘આપ’ પાર્ટીના નેતાનું આવ્યું નિવેદન

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલીવૂડની ફેમસ અભિનેત્રી પરિણીતિ ચોપડાને હાલમાં જ એક સાથે જાેવા મળ્યા હતા. બંનેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. જેને લઈને બંને એક સાથે હોવાની અફવાઓ ઉડી રહી છે. સોશિયલ મીડિયા પર તસ્વીર વાયરલ થવાને લઈને રાઘવ ચઢ્ઢાએ રિએક્ટ કર્યું છે. હકીકતમાં જાેઈએ તો, આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને પરિણીતિને ગુરુવારે એક રેસ્ટોરેંન્ટમાંથી સાથે નીકળતા જાેયા હતા. બંને આ દરમિયાન સફદ રંગના કપ઼ડામાં હસતા દેખાયા હતા.

જે બાદ કેટલાય સમાચાર વાયરલ થવા લાગ્યા હતા. રાજ્યસભા ચેરમેને હાલમાં જ સદન દરમિયાન કહ્યું કે, આપને સોશિયલ મીડિયા પર ખૂબ સ્પેસ મળી રહી છે. આજનો દિવસ કદાચ આપના માટે મૌન રહેવાનો છે. તેમની આ વાત સાંભળીને સદનમાં હાજર નેતાઓ હસવા લાગ્યા હતા. મીડિયાની સામે આવતા નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, મને આપ રાજકારણને લગતા પ્રશ્નો પુછો, પરિણિતીના નહીં. જાે કે, મીડિયાએ ફરી એક વાર તેને લઈને જ સવાલો પુછ્યા હતા. જાે કે, હજૂ સુધી પરિણિતિનું કોઈ રિએક્શન નથી આવ્યું.

ગુરુવારની મુલાકાત બાદ રાઘવ ચઢ્ઢા અને પરિણીતિની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જે બાદ લોકોએ તેમના રિલેશનશિપમાં હોવાની અફવાઓ શરુ કરી દીધી. અમુક લોકોએ કહ્યું કે, શું રાઘવ અને પરિણીતિ એકબીજાને ડેટ કરી રહ્યા છે. જાે કે, આ સવાલ પર પણ બંનેમાંથી એકેયેનું રિએક્શન નથી આવ્યું. આપને જણાવી દઈએ કે, ડિનર દરમ્યાન બંને સેમ કપડામાં જાેવા મળ્યા હતા. આ દરમિયાન એક્ટ્રેસે વ્હાઈટ રંગનો શર્ટ અને પેન્ટ પહેર્યો હતો, તો વળી રાઘવ ચઢ્ઢાએ સફેદ રંગના કપડા પહેર્યા હતા. પરિણીતિ ટૂંક સમયમાં કૈપ્યૂલ ગિલ અને ચમકીલામાં દેખાશે. આ ફિલ્મો પહેલા અભિનેત્રી અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ઊંચાઈમાં જાેવા મળી હતી.

Follow Me:

Related Posts