અભિનેત્રી પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા
અભિનેત્રી પૂનમ પાંડેનું નામ હંમેશા વિવાદોમાં ઘેરાયેલું રહે છે. પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પૂનમ પાંડેના નિધનના સમાચાર આવી રહ્યા છે. પૂનમ પાંડેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં તેમનું અવસાન થયું હોવાનું બહાર આવ્યું છે.
શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે આ સવાર તેમના માટે ખૂબ જ મુશ્કેલ છે. તેને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે સર્વાઈકલ કેન્સરને કારણે તેણે પોતાની પ્રિય પૂનમને ગુમાવી છે. કોઈપણ જે ક્યારેય તેના સંપર્કમાં આવ્યો તે પ્રેમ અને દયાથી મળ્યો. આ મુશ્કેલ સમયમાં તેણે ગોપનીયતાની વિનંતી કરી છે. આ પોસ્ટ સામે આવ્યા બાદ દરેક લોકો સ્તબ્ધ છે. ઘણા લોકો હજુ પણ આ વાત માનતા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, પૂનમ પાંડેનું મૃત્યુ ૧ ફેબ્રુઆરીની રાત્રે થયું હતું. સર્વાઇકલ કેન્સર સામેની લડાઈ લડતી વખતે અભિનેત્રીનું અવસાન થયું. એક રિપોર્ટ અનુસાર પૂનમ પાંડેએ પોતાના કાનપુરના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.
અભિનેત્રી છેલ્લે કંગના રનૌતના રિયાલિટી શો લોક અપમાં જાેવા મળી હતી. આ શોમાં પૂનમને ઘણી પસંદ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૩માં તેણે ફિલ્મ નશા દ્વારા અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હતી. તે વ્યવસાયે મોડલ અને અભિનેત્રી હતી. પૂનમ ઘણી વખત પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં ફસાઈ હતી. અભિનેત્રી ૨૦૧૧માં સમાચારમાં આવી હતી, જ્યારે તેણે ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ પહેલા એક વીડિયો મેસેજ શેર કરીને હલચલ મચાવી હતી. તેણે કહ્યું હતું કે જાે ભારત ફાઈનલ મેચ જીતશે તો તે તેના કપડાં ઉતારી દેશે. તેમનું આ નિવેદન વિવાદાસ્પદ હતું.
Recent Comments