અભિનેત્રી પ્રિયંકા ચોપરા કોમેડિયન રોઝી પર ભડકી આપી પ્રતિક્રીયા
આજે ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા જે દુનિયાભરમાં જાણીતી બની ગઈ છે તેને દરેક વ્યક્તિ જાણે છે. આવી સ્થિતિમાં જાે કોઈ તેને ઓળખી ન શકે તો દેશી ગર્લને ખરાબ લાગે તે સ્વાભાવિક છે.અમેરિકન કોમેડિયને પ્રિયંકા ચોપરાને દિપક ચોપરાની પુત્રી ગણી હતી.જાે કે, બાદમાં કોમેડિયન રોઝીએ તાજેતરમાં જ એક વીડિયો દ્વારા પ્રિયંકાની માફી માંગી હતી. જ્યારે રોઝીએ પ્રિયંકાને કહ્યુ કે,હું તમારા પિતાને ઓળખુ છું.જેના પર પ્રતિક્રિયા આપતા પ્રિયંકાએ લખ્યુ કે,મારા પિતા કોણ છે..દિપક ચોપરા. આ અંગે રોઝીએ કહ્યુ, નહી..ચોપરા સરનેમ કોમન છે.
મને ખુબ શરમ આવી.. તેના આ વીડિયો પછી પ્રિયંકાએ એક પોસ્ટ લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે, તેણે લખ્યું છે કે, “બધાને નમસ્કાર,કેટલાક લોકોની વિચારસરણી પર.. મેં ક્યારેય મારી જાતને એટલી ગંભીરતાથી નથી લીધી કે દરેકને ખબર હોય કે હું કોણ છું અથવા મેં અત્યાર સુધી શું કર્યું ? પરંતુ જાે તમે મારી જાહેરમાં માફી માંગવા માંગતા હોય, તો મને લાગે છે કે તમારે પહેલા મારું નામ ગૂગલ કરવા માટે થોડો સમય કાઢવો જાેઈએ અથવા સીધા મારા સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જાેઈએ.” આ સિવાય તેણે બીજી ઘણી બધી વાતો રોઝીને કહી છે.” આનાથી સ્પષ્ટ થાય છે કે દેશી ગર્લને રોઝી સાથેની મુલાકાત દરમિયાન થયેલી ગેરસમજ અંગે બધાની સામે આવવું પસંદ નહોતું.
પત્નીની આ પ્રતિક્રિયા પર નિક જાેના તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેના વખાણ કરતા લખ્યું, “સારી રીતે કહ્યું માય લવપ”પ્રિયંકા ચોપરા દરરોજ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર આવી એક પોસ્ટ શેર કરી છે જે હેડલાઈનમાં આવી છે. હોલીવુડની કોમેડિયન રોઝી ઓ’ડોનેલ તાજેતરમાં પ્રિયંકા ચોપરા અને નિક જાેનાસને મળ્યા હતા.જેમાં તેણે પ્રિયંકાને પ્રસિદ્ધ લેખક દીપક ચોપરાની પુત્રી ગણાવી હતી. જાે કે આ પછી કોમેડિયને એક વીડિયો શેર કરીને પ્રિયંકાની માફી માંગી હતી.જેના પર હવે પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે.
Recent Comments