અભિનેત્રી પ્રીતિ ઝિંટા ભલે લગ્ન કર્યા બાદ વિદેશમાં કાયમી સ્થાયી થઇ ગઈ હોય, પરંતુ આજે પણ તે દેશની સંસ્કૃતિ, મંદિરોમાં પૂજા કરવાનું ભૂલી નથી. હાલમાં જ અભિનેત્રીએ ગુવાહાટીના પ્રસિદ્ધ કામાખ્યા દેવી મંદિરની મુલાકાત લીધી હતી, જેનો વિડીયો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયોમાં પ્રીતિ ઝિંટા પિંક સૂટમાં જાેવા મળી રહી છે. માથા પર ચુંદડી રાખીને તે સિમ્પલ લૂકમાં ફેન્સના દિલ ચોરી રહી છે અને માતાની ભક્તિમાં લીન દેખાઇ રહી છે. હાલમાં ચાલી રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (ૈંઁન્) માટે પ્રીતિ ભારત આવી છે. પ્રીતિ પંજાબ કિંગ્સ (ઁમ્દ્ભજી)ની સહ-માલિક છે અને તે ટીમ સાથે ટ્રાવેલ કરી રહી છે. પંજાબ કિંગ્સની ૫ એપ્રિલે આસામના ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે મેચ હતી. પ્રીતિની ટીમે આ મેચ ૫ રનથી જીતી લીધી હતી. મેચમાં જીત મળ્યાની ખુશીમાં અભિનેત્રીએ શહેરના કામાખ્યા દેવી મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે પોતાનો અનુભવ એક વિડીયો દ્વારા ફેન્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. પ્રીતિ ઝીન્ટાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વિડીયો સાથે લખ્યું કે, “ગુવાહાટી જવાનું મારું એક કારણ પ્રખ્યાત કામાખ્યા દેવી મંદિરની મુલાકાત લેવાનું પણ હતું.
જાેકે, અમારી ફ્લાઇટ કલાકો સુધી મોડી પડી હતી અને હું આખી રાત જાગી હતી. તેમ છતાં આ મંદિરમાં પ્રવેશ્યા બાદ જાણે બધું જ ઠીક લાગવા માંડ્યું હતું. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે મને એક પાવરફૂલ વાઇબ્રેશન અને શાંતિનો અહેસાસ થયો. શાંતિ અને ગ્રેટિટ્યૂડની આ ક્ષણો આસપાસની તમામ અરાજકતા અને ર્નિણય માટે તૈયાર કરે છે અને તેના માટે હું ખૂબ જ આભારી છું. જાે તમે પણ ક્યારેય ગુવાહાટી આવો છો, તો આ અદ્દભૂત મંદિરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. તમે મને પછીથી થેંક્યુ કહી શકો છો. જય માં કામાખ્યા, જય માતા દી.” આ પહેલાં પ્રીતિએ ગુવાહાટી સ્ટેડિયમની અમુક તસવીરો શેર કરી હતી કે કેવી રીતે ફેન્સ તેની ટીમનો ઉત્સાહ વધારી રહ્યા છે. ત્યારથી લઇને મેદાન પરના ખેલાડીઓ સુધી આ તસવીરોએ મેચના દિવસે સ્ટેડિયમમાં રહેલા વાઇબ્સનો અહેસાસ કરાવ્યો હતો. પ્રીતિએ લખ્યું કે, “ગુવાહાટી સ્ટેડિયમ વાઇબ. મને અને અમારી ટીમને આટલો બધો પ્રેમ આપવા બદલ આસામના લોકોનો ખૂબ આભાર. મને એ વાત પસંદ આવી કે મોટા ભાગના લોકો ફોટા પાડતા પહેલાં પૂછતા હતા અને અમારા ચહેરા પર કેમેરા નહોતા ફોકસ કરતા. આ એક લાંબી ટ્રિપ હતી, પરંતુ તે ખૂબ સારી રહી. ખાસ કરીને અહીંનો સુંદર લેસર શો. ઈંઇઇદૃજઁમ્દ્ભજી ઈંંટ્ઠંટ્ઠૈॅઙ્મ૨૦૨૩ જ્રॅેહદ્ઘટ્ઠહ્વૌહખ્તજૈॅઙ્મ ઈંંૈહખ્ત”
Recent Comments