અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાને તેના જન્મદિવસે ચાહકોએ યાદ કરી
પ્રીતિ ઝિન્ટાનો જન્મ ૩૧ જાન્યુઆરી ૧૯૭૫ના રોજ હિમાચલ પ્રદેશના શિમલા શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ દુર્ગાનંદ ઝિન્ટા હતું, જેઓ ભારતીય સેનામાં અધિકારી હતા. તેમની માતાનું નામ નીલપ્રભા છે જે ગૃહિણી છે. જ્યારે પ્રીતિ ઝિન્ટા માત્ર ૧૩ વર્ષની હતી, તે જ સમયે તેના પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં તેની માતાને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તે બે વર્ષ સુધી પથારીમાં પડી હતી. આ અકસ્માત બાદ પ્રીતિનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું.
આખા ઘરની જવાબદારી તેના ખભા પર હતી. પ્રીતિ ઝિન્ટાને બે ભાઈઓ છે, દિપાંકર અને મનીષ. દીપાંકર ભારતીય સેનામાં ઓફિસર છે અને મનીષ કેલિફોર્નિયામાં રહે છે. પ્રીતિ ઝિંટાએ પોતાનું પ્રારંભિક શિક્ષણ શિમલામાં જ કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી બોર્ડિંગ સ્કૂલમાંથી કર્યું હતું. પ્રીતિ ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થી હતી અને તેને સાહિત્યમાં ઘણો રસ હતો. તે તેના ખાલી સમયમાં બાસ્કેટબોલ રમતી હતી. શાળાકીય અભ્યાસ પછી તેણે સેન્ટ બેજેસ કોલેજમાંથી અંગ્રેજી ઓનર્સ કર્યું અને મનોવિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી.
કરિયરના શરૂઆતના દિવસોમાં પ્રીતિએ મોડલિંગમાં પોતાનું નસીબ અજમાવ્યું. એકવાર તેના મિત્રના જન્મદિવસની પાર્ટીમાં તે એક ડિરેક્ટરને મળી હતી અને પ્રીતિને તેની જાહેરાતમાં કામ કરવાની ઓફર કરી. આ પછી પ્રીતિએ ઘણી એડ કરી હતી. પ્રીતિ ઝિન્ટાનું ફિલ્મી કરિયર શેખર કપૂરની ફિલ્મ ‘તારા રમ પમ પમ’થી શરૂ થવાનું હતું અને આ ફિલ્મમાં તે હૃતિક રોશનની સાથે હતી, પરંતુ કોઈ કારણસર તે ફિલ્મ બની શકી ન હતી. ત્યારબાદ શેખર કપૂરે નિર્દેશક મણિરત્નમને તેમની આગામી ફિલ્મ ‘દિલ સે’માં શાહરૂખ ખાન અને મનીષા કોઈરાલા સાથે પ્રીતિ ઝિન્ટાને કાસ્ટ કરવા વિનંતી કરી.
આ ફિલ્મમાં પ્રીતિ સહાયક અભિનેત્રી તરીકે જાેવા મળી હતી. આ ફિલ્મમાં તેને ૨૦ મિનિટનો રોલ મળ્યો હતો, પરંતુ તે જ ૨૦ મિનિટમાં પ્રીતિએ પોતાની એક્ટિંગથી બધાને મનાવી લીધા હતા. આ ફિલ્મ માત્ર સુપરહિટ સાબિત થઈ નથી. પરંતુ આ ફિલ્મ માટે પ્રીતિને ફિલ્મફેર શ્રેષ્ઠ નવી અભિનેત્રીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. મુખ્ય હિરોઈન તરીકે તેની પ્રથમ ફિલ્મ ‘સોલ્જર’ હતી. આ ફિલ્મમાં તેની સામે બોબી દેઓલ જાેવા મળી હતી. આ ફિલ્મ પણ તે વર્ષની સૌથી સુપરહિટ ફિલ્મ સાબિત થઈ. આ પછી પ્રીતિએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ હવે લાગે છે કે તે ફિલ્મોથી દૂર થઈ ગઈ છે. હવે તે ફિલ્મોમાં ભાગ્યે જ જાેવા મળે છે.
Recent Comments