અભિનેત્રી મંદાકિનીના જન્મદિવસે તેમના વિશે રસપ્રદ વાતો જાણો
મંદાકિનીનું સાચુ નામ છે યાસ્મિન જૉસેફ. તેનો જન્મ ૩૦ જુલાઈ ૧૯૬૯ ના રોજ મેરઠમાં થયો હતો. મંદાકિનીની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ ૧૯૮૫માં થઈ. અને વર્ષ ૧૯૯૬ સુધીમાં મંદાકિનીએ લગભગ ૪૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. રામ તેરી ગંગા મેલી ફિલ્મથી ચર્ચામાં આવી હતી મંદાકિની. એક ઈન્ટરવ્યૂમાં મંદાકિનીએ જણાવ્યું હતું કે મને તે સીન કરવા માટે ક્યારેય પછતાવો નહીં થાય. મારા ચાહકો મને આ બાબતે વધારે યાદ કરે છે. કેટલાક લોકો સારી રીતે યાદ કરે છે તો કેટલાક લોકો મજાક પણ ઉડાવે છે. પણ મને ખુશી છે કે તે સીન માટે થઈને લોકો મને પ્રેમ કરે છે.
ખાસ વાત એ છે કે તે સમયના બેસ્ટ ફિલ્મ મેકર રાજ કપૂર સાથે મને કામ કરવાની તક મળી. રામ તેરી ગંગા મેલી સિવાય ફિલ્મ તેઝાબમાં પણ મંદાકિની ચર્ચામાં આવી હતી. તેઝાબ ફિલ્મમાં અનિલ કપૂર અને માધૂરી દીક્ષિત સાથે મંદાકિની પણ જાેવા મળી હતી. તેઝાબમાં બિકિની અવતારમાં મંદાકિનીને લોકોએ ખુબ પસંદ કરી હતી. મંદાકિની ફિલ્મો સિવાય અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથેના કથિત સંબંધો માટે પણ ચર્ચામાં હતી. લોકોનું કહેવું છે કે મંદાકિની દાઉદની પ્રેમિકા છે. પરંતુ મંદાકિનીનું એવુ કહેવું હતું કે તે બંને માત્ર એક સારા મિત્ર છે.
૨૦૦૫માં એક ઈન્ટરવ્યૂમાં મંદાકિનીએ કહ્યું હતું કે જ્યારે તે દુબઈમાં શો કરવા ગઈ હતી હતી ત્યારે તેની મુલાકાત દાઉદ સાથે થઈ હતી. જેના પછી અફવા એવી ઉડી કે દાઉદ અને મંદાકિની એક બીજાને ડેટ કરે છે. લોકોનું એમ પણ કહેવુ હતું કે દાઉદના કારણે મંદાકિનીને ફિલ્મો મળતી હતી. પરંતુ અમુક સમય પછી મંદાકિનીને બદનામીના કારણે ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ હતી. મંદાકિનીએ વર્ષ ૧૯૯૦ માં ડૉ. કાગ્યુર ટી રિનપોચે ઠાકુર સાથે લગ્ન કર્યા હતા. બંનેની એક દીકરી અને એક દીકરો પણ છે. હાલ મંદાકિની બાળકો અને પતિ સાથે મુંબઈના અંધેરી રોડ સ્થિત પોતાના ઘરે સામાન્ય જીવન વીતાવે છે.
પતિ સાથે મળીને મંદાકિની એક તિબ્બતી ઔષધિ સેન્ટર ચલાવે છે. મંદાકિની યોગ પણ શીખવાડે છે.રામ તેરી ગંગા મેલી ફિલ્મ લોકોએ કદાચ નહીં જાેઈ હોય પરંતુ ફિલ્મનો એક સીન જેમાં અભિનેત્રીએ સફેદ સાડી પહેરી છે અને તે પાણીની ધોધમાં પલળી રહી છે. આ સીન તો લોકોએ જાેયો જ હશે. સફેદ સાડીમાં પલળી રહેલી આ અભિનેત્રીને કોણ ભૂલી શકે? તે જમાનમાં આ પ્રકારના સીન લોકો માટે એ હદનું આકર્ષણ બન્યુ હતું કે તે સીન જાેવા માટે લોકો વારંવાર ફિલ્મ જાેવા જતાં હતા. આપને જણાવી દઈએ કે ફિલ્મની તે અભિનેત્રીનું નામ મંદાકિની છે. જેને આજે પણ લોકો ભૂલી નથી શક્યા. આજે આપણે મંદાકિનીને એટલા માટે યાદ કરી રહ્યાં છે કારણ કે આજે મંદાકિનીનો જન્મ દિવસ છે.
Recent Comments