fbpx
બોલિવૂડ

અભિનેત્રી મહિમા ચૌધરી કેન્સરને માત આપવામાં સફળ બની

એક્ટ્રેસ મહિમા ચૌધરીએ બ્રેસ્ટ કેન્સર થયું હોવાનો ખુલાસો કર્યો છે અને પોતાની પીડાદાયક સફર શેર કરી છે. કેન્સર અંગે ક્યારે અને કઈ રીતે ખબર પડી તેની વાત કરતાં-કરતાં મહિમા રડી પડી હતી. કીમોથેરાપીના કારણે મહિમાના બધા વાળ જતા રહ્યા હતા, પરંતુ તે હિંમત હારી ન હતી. મહિમાએ બ્રેસ્ટ કેન્સરની વાત પોતાના પેરેન્ટ્‌સથી પણ છુપાવીને રાખી હતી. અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર મહિમાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બ્રેસ્ટ કેન્સર વિષે વાત કરી રહી છે. અનુપમ ખેરે જણાવ્યું હતું કે, તેમણે મહિમાને પોતાની ફિલ્મ ધ સિગ્નેચર માટે ફોન કર્યો ત્યારે તેમને આ અંગે જાણ થઈ. જાે કે હવે મહિમા સ્વસ્થ છે અને શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. મહિમાએ વીડિયોમાં જણાવ્યું હતું કે, કેન્સરના કોઈ લક્ષણ જાેવા મળતા ન હતા. દર વર્ષે બ્લડ ટેસ્ટ, સોનોગ્રાફી જેવા રિપોર્ટ થતા હોય છે. સોનોગ્રાફીમાં ડૉક્ટરને શંકા ગઈ અને બાયોપ્સી કરાવવા કહ્યું હતું. જેમાં પ્રી-કેન્સર સેલ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આ સેલ્સને રીમૂવ કરાવ્યા ત્યારે તે કેન્સર બની ચૂક્યા હોવાની ખબર પડી હતી. કેન્સરની સારવાર માટે કીમોથેરાપી અપાઈ ત્યારે નામ સાંભળીને જ મહિમા રડવા માંડી હતી. ૧૦ દિવસ સુધી આ વાત મમ્મીને કહી હતી અને પેરેન્ટ્‌સને મળી પણ ન હતી. બાદમાં આખી વાત કહી તો મમ્મીનું બ્લડ પ્રેશર વધવા લાગ્યું અને તે બેહોશ થવા લાગ્યાં. મહિમાએ કપરા સમયમાં સપોર્ટ બદલ અનુપમ ખેરનો આભાર માન્યો હતો. અનુપમ ખેરે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, મહિમા હવે કેન્સરમાંથી ઉગરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મહિમાએ ૧૯૯૭ના વર્ષમાં શાહરૂખ ખાન સાથે પરદેશ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તેમની છેલ્લી ફિલ્મ ડાર્ક ચોકલેટ ૨૦૧૬માં આવી હતી. હાલ તે અનુપમ ખેરની ફિલ્મ ધ સિગ્નેચરનું શૂટિંગ કરી રહી છે.

Follow Me:

Related Posts