બોલિવૂડ

અભિનેત્રી રાખી સાવંત તેના પતિ રિતેશથી અલગ થઈ રહી છે

રાખી સાવંતે આ પોસ્ટ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. રાખી સાવંતે પોસ્ટમાં લખ્યું- ‘તમામ ચાહકો અને મારા પ્રિયજનો, અમે તમને કહેવા માંગીએ છીએ કે હું અને રિતેશ એકબીજાથી અલગ થઈ ગયા છીએ. ‘બિગ બોસ’ પછી ઘણું બધું થયું અને ઘણી એવી વસ્તુઓ બની જે મારા નિયંત્રણની બહાર હતી. અમે ઘણો પ્રયાસ કર્યો, પરંતુ અંતે અમે અમારું જીવન અલગથી પસાર કરવાનું નક્કી કર્યું. રાખી સાવંતે પોસ્ટમાં આગળ લખ્યું- ‘હું ખૂબ જ દુઃખી છું કે આ બધું વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા થયું.

પણ ર્નિણય તો લેવો જ રહ્યો. આશા છે કે રિતેશ સાથે બધુ સારું છે. અત્યારે મારે મારા કામ પર ધ્યાન આપવું છે અને મારી જાતને ખુશ અને સ્વસ્થ રાખવાની છે. મને સમજવા અને ટેકો આપવા બદલ આપ સૌનો આભાર. રાખી સાવંત. રાખી સાવંત પહેલા જ ખુલાસો કરી ચૂકી છે કે રિતેશ પહેલેથી જ પરિણીત છે. આ દરમિયાન રિતેશની પહેલી પત્નીનો ઈન્ટરવ્યુ ચર્ચામાં રહ્યો હતો. રિતેશની પહેલી પત્નીનું નામ સ્નિગ્ધા છે.

સ્નિગ્ધાએ એક ખાનગી ચેનલ સાથે વાત કરતા રિતેશ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સ્નિગ્ધાએ કહ્યું- રિતેશ મને શારીરિક ત્રાસ આપતો હતો. મને બેલ્ટ વડે માર મારતો હતો.રાખી સાવંતે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે મોટી માહિતી શેર કરી છે. રાખીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તે પતિ રિતેશથી અલગ થઈ રહી છે. રાખી સાવંતે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક લાંબી પોસ્ટ દ્વારા આ અંગે જાણકારી આપી હતી.

Related Posts