અભિનેત્રી લારા દત્તા કોવિડ-૧૯ ટેસ્ટમાં પોઝીટીવ આવ્યા પછી, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને બાંદ્રામાં તેના મકાનની જગ્યા સીલ કરી દીધી છે. અમે તમને જણાવી દઈએ કે, ભૂપતિ પરિવારમાં માત્ર લારા દત્તાને જ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તાજેતરમાં, લારા દત્તાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની પુત્રી અને અભિનેત્રી સેલિના જેટલીના બાળકો સાથે જૂની તસવીર શેર કરી હતી. આ સુંદર પોસ્ટને કેપ્શન આપતા લારાએ લખ્યું કે, ”તમારી સ્પાઈડર ગર્લ તમને યાદ કરશે !! હેપી બર્થડેપ તમે જીવનભર ખુશ રહો!! અમે તમને જણાવી દઈએ કે, તેણીએ આ પોસ્ટ શેર કરતાની સાથે જ, સેલિનાએ ટિપ્પણી કરી કે, “મારા પ્રિય બિયરને એક મોટું આલિંગન.. અને ઘણો બધો પ્રેમ.”
જાે લારાની રિસેન્ટ કરિયરની વાત કરીએ તો, વર્ક ફ્રન્ટ પર, લારા દત્તા છેલ્લે અક્ષય કુમારની ‘બેલ બોટમ’માં વાણી કપૂર અને હુમા કુરેશી સાથે જાેવા મળી હતી. આ ઉપરાંત, તેણીએ ડિજિટલ પ્લેટફોર્મ પર ‘હિચક્સ એન્ડ હૂકઅપ્સ’, ‘સો’ અને ‘કૌન બનેગા શિખરવતી’ સહિતના કેટલાક પ્રોજેક્ટ્સ કર્યા છે. લારા દત્તા ટૂંક સમયમાં બીજી ઘણી વેબ સિરીઝમાં જાેવા મળી શકે છે. તેની અગાઉની વેબ સિરીઝમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તે જ સમયે, લારા દત્તાએ પોતે ર્ં્્ પ્લેટફોર્મ પર કામ કરવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. અમે તમને જણાવી દઈએ કે, લારા દત્તા અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
તેણીએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં બોલિવૂડ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેણીએ આ ઈન્ટરવ્યુમાં હવે ફિલ્મો ન મળવાનું દર્દ શેયર કર્યું હતું.લારા દત્તા લાંબા સમયથી ફિલ્મોથી દૂર જાેવા મળી રહી છે, અથવા તો તેણીને ફિલ્મોની ઓફર કરવામાં આવી રહી નથી. તેણે થોડા દિવસ પહેલા આ અંગે ખુલાસો કર્યો હતો. પરંતુ હવે લારા દત્તા સાથે જાેડાયેલા વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજે લારા દત્તા કોરોના પોઝિટિવ થઈ હોવાનું સામે આવ્યું છે. અમે તમને જણાવી દઈએ કે, બોલીવુડમાં લારા દત્તા કોવીડ-૧૯થી સંક્રમિત થનારી લેટેસ્ટ સેલિબ્રિટી છે. બીએમસીનાઅધિકારીઓએ તેના બાંદ્રા સ્થિત ઘરને સીલ કરી દીધું છે અને તે વિસ્તારને ‘માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન’ તરીકે જાહેર કર્યો છે.
Recent Comments