fbpx
બોલિવૂડ

અભિનેત્રી લીના મારિયા પોલની તાજેતરમાં છેતરપિંડીના સંબંધમાં ધરપકડ

‘મદ્રાસ કાફે’ની અભિનેત્રી લીના મારિયા પોલની તાજેતરમાં છેતરપિંડીના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના ઈર્ંઉ એ તેના વેપારી પતિ સુકેશ ચંદ્રશેખરે કરેલી મોટી છેતરપિંડીમાં સહકાર આપવાનો આરોપ લગાવ્યો છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં વધુ ધરપકડ શક્ય છે. ૨૦૦ કરોડની ખંડણીના કેસમાં સુકેશ ચંદશેખરની ધરપકડ કરવામાં આવી છે, જે છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં છે.ઇીલીના તેના પતિ સુકેશ ચંદ્રશેખરની પૂછપરછ બાદ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સુકેશ અને તેના અન્ય સાથીઓની પહેલેથી જ ધરપકડ કરી લીધી છે. પોલીસ તેને રિમાન્ડ પર લઈને આ કેસમાં તેની સતત પૂછપરછ કરી રહી છે.

પોલીસે તેની સામે સ્ર્ઝ્રંઝ્રછ નો કેસ પણ નોંધ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) પણ છેતરપિંડીના આ કેસની તપાસ કરી રહ્યું છે. તમને જણાવી દઇએ કે સુકેશ ચંદ્રશેખરે ૨ કારોબારીઓ અને તેમના પરિવાર સાથે જેલની અંદરથી છેતરપિંડી કોલ દ્વારા વ્યવહાર કર્યો હતો કે તેઓએ તેમને જામીન પર બહાર લાવવાનું વચન આપીને જામીન પર બહાર કાઢીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ કિસ્સામાં, એક છેતરપિંડી લગભગ ૨૦૦ કરોડ રૂપિયા સામે આવ્યા છે.

જેમાં સુકેશની પત્ની સહિત જેલ અને બેંકના કેટલાક કર્મચારીઓ પણ આરોપી મળી આવ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચેન્નાઇમાં સુકેશના બંગલા પર દરોડો પાડ્યા હતા, તે દરમિયાન ટોચની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના મોંઘા ફેશનેબલ કપડાં સહિત ૧૬ મોંઘા વાહનો પણ મળી આવ્યા હતા, જેની કિંમત કરોડોમાં છે. ઈડ્ઢ ને તેની તપાસમાં જાણવા મળ્યું કે સુકેશની પત્ની અને અભિનેત્રી લીના તેના પતિની અપ્રમાણિકતાથી મળેલા પૈસાથી વૈભવી જીવન જીવી રહી છે.

લીના પોલ મારિયાના પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો તે જ્હોન અબ્રાહમની ફિલ્મ મદ્રાસ કાફેમાં જાેવા મળી હતી.આ સિવાય તે બિરયાની, ગોવા ઇન હસબન્ડ અને કોબ્રા જેવી ફિલ્મોમાં જાેવા મળી છે.

Follow Me:

Related Posts