અભિનેત્રી સની લિયોનીની ૨૯ લાખની છેતરપિંડી મામલે કેરળ પોલીસે પૂછપરછ કરી
રજા ગાળવા માટે કેરાલા પહોંચેલી બોલીવૂડ સ્ટાર સની લીઓનીને કદાચ ખબર નહીં હોય કે રજાની મજા મુસીબતમાં ફેરવાઈ જશે. કેરાલા પહોંચેલી સનીની કેરાલા પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કલાકો સુધી પૂછપરછ કરી હોવાનુ જાણવા મળ્યુ છે.
એક વ્યક્તિએ સની પર ૨૯ લાખની છેતરપિંડીનો આરોપ લગાવ્યા બાદ પોલીસે સની લીઓનીની પૂછપરછ કરી હતી.મીડિયા રિપોર્ટ પ્રમાણે શ્રેયસ નામના વ્યક્તિએ આરોપ મુક્યો હતો કે, સની લીઓનીએ ૨૯ લાખ રુપિયા બે ઈવેન્ટમાં હાજરી આપવા માટે લીધા હતા અને પાછળથી હાજર રહેવાની ના પાડી દીધી હતી.
આ મામલામાં ક્રાઈમ બ્રાન્ચે સનીને શુ્ક્રવારે રાતે પૂછપરછ માટે બોલાવી હતી.રિપોર્ટ પ્રમાણે સનીએ પૂછપરછમાં કહ્યુ હતુ કે, કોરોનાના સંક્રમણના કારણે આ બંને ઈવેન્ટમાં હું ભાગ લઈ શકી નહોતી.આયોજકોએ પાંચ વખત ઈવેન્ટ રદ કરી હતી અને એ પછી તેઓ શીડ્યુલ પ્રમાણે ફરી ઈવેન્ટ યોજી શક્યા નહોતા.
દરમિયાન પોલીસને સનીએ કહ્યુ હતુ કે, જાે આયોજકો ઈવેન્ટ યોજવા માંગતા હોય તો હું તેમાં ભાગ લેવા માટે તૈયાર છું.જાેકે કલાકોની પૂછપરછ બાદ પોલીસે સનીને જવા દીધી હત
Recent Comments