fbpx
રાષ્ટ્રીય

અભિનેત્રી સાથે કરેલી નશા સંબંધિત ચેટ એનસીબીને મળી :તપાસ ચાલુ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ આર્યન ખાનને જામીન ન આપવા સામે કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી. કોર્ટમાં બંને પક્ષો વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. દ્ગઝ્રમ્ એ કહ્યું કે આર્યન આંતરરાષ્ટ્રીય ડ્રગ પેડલર્સ સાથે જાેડાણ ધરાવે છે. આ એક મોટું ષડયંત્ર છે જેની તપાસ થવી જરૂરી છે. આર્યન અરબાઝ પાસેથી દવાઓ લેતો હતો. આર્યન ખાનના વકીલ અમિત દેસાઈએ સ્ટારકિડની ધરપકડને પાયાવિહોણી ગણાવી હતી. તેમણે કહ્યું કે આર્યનના કબજામાંથી કોઈ દવા મળી નથી કે એનસીબી ને કોઈ રોકડ મળી નથી. આર્યનને પાર્ટીમાં આમંત્રણ આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી.

આર્યનનો મુનમુન ધામેચા સાથે કોઈ સંબંધ નથી. આ સમગ્ર દલીલો બાદ આજે આર્યન ખાનને લઈને કોર્ટ ચૂકાદો આપશે. હવે જાેવાનું એ રહ્યું કે આર્યન ખાનને જામીન મળશે કે પછી હજુ પણ જેલમાં બંધ રહેવું પડશેશાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અંગેનો ર્નિણય આજે આવશે છે. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યનની જામીન અરજી છેલ્લા ઘણા દિવસોથી આગામી તારીખ સુધી મુલતવી રાખવામાં આવી હતી. ૧૪ ઓક્ટોબરે સેશન્સ કોર્ટમાં જજે વકીલોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. આજે કોર્ટ આર્યનને લઈને પોતાનો ર્નિણય સંભળાવશે. એનડીપીએસની વિશેષ અદાલત બુધવારે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર પોતાનો ચુકાદો સંભળાવશે.

આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. ૧૪ ઓક્ટોબરે સુનાવણી બાદ જજ વીવી પાટીલે જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. દ્ગઝ્રમ્ ને ક્રુઝ ડ્રગ પાર્ટી કેસમાં આર્યન ખાન સાથે બોલિવૂડની ઉભરતી અભિનેત્રીની ચેટ પણ મળી આવી છે. બંનેની ચેટમાં નશાને લગતી કેટલીક વાતો થયેલી છે. કોર્ટમાં ચર્ચા દરમિયાન આરોપીઓની ચેટ્‌સ જે દ્ગઝ્રમ્ ટીમ દ્વારા કોર્ટને સોંપવામાં આવી છે તેમાં આર્યન સાથેની આ અભિનેત્રીની ચેટ્‌સ પણ સામેલ છે. આ સિવાય કેટલાક ડ્રગ પેડલર્સ સાથે આર્યનની ચેટ્‌સ પણ કોર્ટને સોંપવામાં આવી હતી.

Follow Me:

Related Posts