અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ વિકી કૌશલ સાથે જાેડી જમાવશે
નાગા ચૈતન્ય સાથે સેપરેશન બાદ સામંથા રૂથ પ્રભુએ ટોલિવૂડના બદલે બોલિવૂડ પર ફોકસ કર્યું છે. સામંથાને આ ટાર્ગેટ સુધી પહોંચાડવામાં પુષ્પાનું આઈટમ સોન્ગ ઊ અંટ્વા… અસરકારક રહ્યું છે. આયુષ્માન ખુરાના સાથેની ફિલ્મથી સામંથાએ બોલિવૂડમાં ડેબ્યુ નક્કી કર્યું હતું. સામંથાની બોલિવૂડ કરિયરને સ્પીડમાં લાવે તેવા બીજા એક ન્યૂઝ છે, જેમાં તેને વિકી કૌશલ સાથે ફિલ્મ ઓફર થઈ છે. ડાયરેક્ટર આદિત્ય ધરે અપકમિંગ ફિલ્મ ધ ઈમમોર્ટલ અશ્વત્થામા માટે સામંથાનો એપ્રોચ કર્યો છે. ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકના કારણે જાણીતા બનેલા આદિત્ય અપકમિંગ ફિલ્મને વિકી કૌશલ સાથે પ્લાન કરી રહ્યા છે. તેઓ લાંબા સમયથી આ ડ્રીમ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. અગાઉ તેઓ વિકી કૌશલની સાથે સારા ખાનને લેવા માગતા હતા અને ઓફિશિયલ એનાઉન્સમેન્ટ પણ થઈ ગઈ હતી. બાદમાં આ ફિલ્મ લાંબા સમય સુધી અટવાયેલી રહી અને હવે નવા પ્રોડ્યુસર સાથે આ પ્લાનિંગ ફરી આગળ વધી રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ ધ ઈમમોર્ટલ અશ્વત્થામાની સ્ક્રિપ્ટ પર આદિત્ય હજુ કામ કરી રહ્યા છે. તેઓ ૨૦૨૩ના વર્ષમાં ફિલ્મને ફ્લોર પર લઈ જવા માગે છે. ફિલ્મના કાસ્ટિંગની પ્રોસેસ હાલ ચાલી રહી છે.
Recent Comments