અભિનેત્રી સારા અલી ખાન તેના ઘણા પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં રહે છે. તે અવારનવાર તેના સુંદર ફોટા અને વીડિયો તેના ફેન્સ સાથે શેર કરે છે. હાલમાં અભિનેત્રી સારાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. તસવીરોમાં એકટ્રેસ ટ્રેડિશનલ લુકમાં જાેવા મળી રહી છે. તેની સ્ટાઈલ અને અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ પણ કોમેન્ટમાં તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી અને બોલિવુડની ટોપ એકટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફેન્સ એકટ્રેસની આ આકર્ષક સ્ટાઈલની પ્રશંસા કરી રહ્યા છે.
ફોટામાં અભિનેત્રી સારા અલી ખાન પિંક કલરના લહેંગામાં જાેવા મળી રહી છે. સારા અલી અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે તેના ટ્રેડિશનલ લુકમાં ફોટો શેર કરતી રહે છે. એક્ટ્રેસ આ તસવીરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. શેર કરેલા ફોટામાં સારા અલી પિંક લહેંગા અને બોલ્ડ મેકઅપ કૈરી કરેલી જાેવા મળી રહી છે. અભિનેત્રી સારાએ તેના વાળનો બનમાં બનાવ્યો છે અને તેને ગળામાં હેવી હાર પણ પહેર્યો છે. સારાના હાથ પર મહેંદી પણ દેખાય છે. સારા અલી ખાનનો આ ટ્રેડિશનલ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસ અલગ અલગ પોઝ આપતી જાેવા મળે છે. સારા આ ફોટોમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
Recent Comments