fbpx
બોલિવૂડ

અભિનેત્રી સોનાક્ષી સિંહાએ વીંટી બતાવતો ફોટો શેર કરી લોકોને ચિંતામાં નાંખ્યા

હાલમાં બોલીવૂડમાં જાણો લગ્નની સિઝન આવી ગઇ હોય તેવું લાગી રહ્યુ છે પહેલા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન થયા અને હવે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની ચર્ચા થઇ રહી છે તેવામાં હવે સોનાક્ષીએ આ તસવીર શેર કરીને ચર્ચાઓને વેગ આપી છે.બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. સોનાક્ષીએ જે રીતે આ તસવીરો શેર કરી છે અને તેણે જે કેપ્શન આપ્યું છે તેનાથી પણ હંગામો મચી ગયો છે. પોતાના હાથમાં વીંટી ફ્લોન્ટ કરતા, સોનાક્ષીને એક મિસ્ટ્રી મેનનો હાથ પકડેલી જાેવા મળે છે. સાથે જ સોનાક્ષીએ લખ્યું છે કે, ‘જે મોટા દિવસની હું રાહ જાેઈ રહી હતી’ તે આવી ગયો છે. હવે આવી સ્થિતિમાં ચાહકોમાં આ તસવીર જાેઈને તેમની સગાઈની અફવા ઉડી છે. જાે કે અમે હજુ પણ સોનાક્ષીના કન્ફર્મ સમાચારની રાહ જાેઈ રહ્યા છીએ, ઘણા લોકોએ અભિનેત્રીને અભિનંદન પણ પાઠવ્યા છે. સોનાક્ષીએ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાના હાથની વીંટી બતાવતી જાેવા મળી રહી છે. આ તસવીરોના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે કે, ‘મારા માટે આ એક મોટો દિવસ છે. મારું એક સૌથી મોટું સપનું સાકાર થવાનું છેપ અને હું તેને તમારી સાથે શેર કરવા માટે રાહ જાેઈ શકતી નથી. વિચાર્યું ન હતું કે તે આટલું સરળ હશે. જાે કે, સોશિયલ મીડિયાના યુગમાં, ઘણી વખત એવું બન્યું છે કે જ્યારે સ્ટાર્સ તેમના કોઈપણ ગીત, વ્યવસાય અથવા ફિલ્મના પ્રમોશન માટે આવી રહસ્યમય પોસ્ટ્‌સ શેર કરતા હોય. તે સોનાક્ષીની પ્રમોશનલ એક્ટિવિટી પણ હોઈ શકે છે. તમને યાદ અપાવીએ કે તાજેતરમાં જ દેવોલીનાએ અભિનેતા વિશાલ સિંહ સાથે તેની સગાઈની તસવીર પણ શેર કરી હતી અને બાદમાં જણાવ્યું હતું કે આ તેના નવા ગીતની થીમ છે.

Follow Me:

Related Posts