અમરેલી

અભિયાન સેવા ટ્રસ્ટ દ્વાર પીરે તરીકત સૈયદ દાદાબાપુ કાદરી ની યાદ માં અમરેલી તેમજ સાવરકુંડલા મુકામે હોસ્પિટલો ખાતે ફ્રૂટ વિતરણ

સૈયદ મુંહમદ દાદાબાપુ કાદરી ની યાદ માં અભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા અમરેલી શહેર માં સિવિલ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓ માટે ફ્રૂટ તેમજ બિસ્કિટ નું વિતરણ કરવામાં આવેલ પ્રતાપ પરા ખાતે આવેલ મહેબૂબ મિડલ સ્કૂલ ખાતે આવેલ બાળકો ની ફ્રૂટ વિતરણ કરવામાં આવેલ અને  સાવરકુંડલા ખાતે સિવિલ હોસ્પિટલ તેમજ લલ્લુભાઇ શેઠ હોસ્પિટલ તથા દરગાહ પાસે ફ્રૂટ વિતરણ કરવામાં આવેલ.ઉર્ષ નિમિતે અભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ રાખવામાં આવેલ જેમાં દર્દી એનો મફત સેવા આપવામાં આવેલ આગામી દિવસો માં દાદાબાપુ ની યાદ માં સાવરકુંડલા મુકામે સાવરકુંડલા તાલુકા લેવલ નો સર્વ ધર્મ માટે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવનાર છે

અભિયાન સેવા ટ્રસ્ટ દાદા બાપુ ની વિચારધારા પ્રમાણે ચાલતું ટ્રસ્ટ છે જે હર હંમેશ સર્વ ધર્મ સમભાવ ના વિચાર ને લઇ ને ચાલે છે ટ્રસ્ટ દ્વારા રાહત દરે એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવે છે બ્લડ ડોનેશન તેમજ મેડિકલ સાધનો, જરૂરિયાત લોકો ને દવા ની વ્યવસ્થા કરવામાં આવે છેઆ તકે અભિયાન સેવા ટ્રસ્ટ ના રફીકભાઇ ચૌહાણ, એડવોકેટ અજીમ લાખાણી, અમીનભાઈ હાલા (હાલા સાહેબ), રાજુભાઈ મિલન, જાવેદખાન પઠાણ, વસીમ ધાનાણી, રફીક ચૌહાણ, અક્રમ કલીમલી, મોહસીન ધાનાણી, ઇમરાન પરમાર,કાસમભાઈ ખોખર જાફરાબાદ,અકબરભાઈ શેખ,સચિન ચૌહાણ, રિઝવાન ભટ્ટી,નજમા બેન દલ ચલાલા, અકબર અન્સારી,આસિફ બિલખિયા, અલ્તાફભાઈ એકવાગાર્ડ, આબીદ બિલખિયા,મોહીનખાન પઠાણ તેમજ સાવરકુંડલા ની ટિમ જહેમત ઉઠાવેલ.

Follow Me:

Related Posts