ગયા વર્ષના નવેમ્બર મહિનામાં અભિષેક બચ્ચન કોલકત્તામાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેના ફોટા ઓનલાઇન લીક થઇને વાઇરલ થયાં હતાં.તેમાં જુનિયર બચ્ચન ચેક્સવાળા શર્ટ, ગ્રે પેન્ટ અને ચશ્મામાં જાેવા મળ્યો હતો.અભિષેક બચ્ચનની ‘બોબ બિશ્વાસ’ની રજૂઆતની તારીખ છેવટે જાહેર કરવામાં આવી છે. દિયા અન્નપૂર્ણા ઘોષના સૌપ્રથમ દિગ્દર્શન અને ગૌરી ખાન તેમ જ અન્ય નિર્માતાઓના નેજા હેઠળ બનાવવામાં આવેલી આ ફિલ્મનું ટ્રેલર આજે રજૂ કરવા સાથે ફિલ્મ ત્રીજી ડિસેમ્બરે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રીલિઝ થશે એવી જાહેરાત કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફિલ્મ વર્ષ ૨૦૧૨માં આવેલી સુજાેય ઘોષની ‘કહાની’ના આઇકોનિક પાત્રની તે નામ સાથેની જ સ્પીન-ઓફ્ફ છે.લવ સ્ટોરી આધારિત આ ક્રાઇમ થ્રિલરમાં કોન્ટ્રાક્ટ કિલરનું બેવડું જીવન દર્શાવવામાં આવ્યું છે.તેનું શૂટિંગ કોલકત્તામાં કરવામાં આવ્યું હતું.અને તેમાં ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. દિયા અન્નપૂર્ણા ઘોષે કહ્યું હતું કે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો અનુભવ બહુ સરસ રહ્યો.આમ છતાં હું એટલું ચોક્કસ કહીશ કે અમે વર્ષ ૨૦૨૦માં કોરોનાની ભીતિ વચ્ચે આ ફિલ્મ બનાવી હતી. પરંતુ અભિષેક બચ્ચન, ચિત્રાગંદા સિં અન ે અન્ય કલાકાર-કસબીઓનો સહકાર કાબિલે તારીફ હતો.
અભિષેક બચ્ચનની આગામિ ફિલ્મ ડિસેમ્બરમાં રજૂ થશે



















Recent Comments