બોલિવૂડ

અભિષેક બચ્ચન અને રેમો ડીસોઝાએ ડાન્સ આધારિત ફિલ્મ સ્ટોરી પર કરી રહ્યા છે કામ

અભિષેક બચ્ચન અને રેમો ડીસોઝાએ ડાન્સ આધારિત ઈમોશનલ સ્ટોરી બનાવવા હાથ મિલાવ્યા હતા. આ ફિલ્મમાં એવા પિતાની સ્ટોરી છે, જેને ડાન્સ આવડતો નથી. દીકરીનું સપનું સાકાર કરવા માટે તે આકરી મહેનત કરે છે અને આ કલા શીખે છે. સ્ટોરીને અનુરૂપ ફિલ્મનું ટાઈટલ ‘ડાન્સિંગ ડેડ’ રાખવાનું મેકર્સે વિચાર્યું છે. ડાન્સ આધારિત આ ફિલ્મમાં રેમો અને અભિષેકે ડાન્સિંગ ક્વિન નોરાનો પણ સમાવેશ થયો છે. નોરા ફતેહીને ફિલ્મોમાં સ્પેશિયલ સોન્ગ્સ માટે ખૂબ પસંદ કરવામાં આવે છે. નોરાના સ્ટેપ્સ અને સ્ટાઈલના ચાહકો તેના દરેક ગીતને લાખો વ્યૂઝ અપાવે છે. ફિલ્મની ચમક વધારવા માટે નોરાનો ઉપયોગ કરવા માગતા મેકર્સની વચ્ચે રેમોએ તેને સ્પેશિયલ રોલ ઓફર કર્યો છે. નોરાને પહેલી વખત અલગ અંદાજમાં મોટો રોલ ઓફર થયો છે. પિલ્મની ટીમ હાલ ઊટીમાં શૂટિંગ કરી રહી છે. સોર્સીસના જણાવ્યા મુજબ, મોટા ઓટીટી પ્લેટફોર્મ દ્વારા આ પ્રોજેક્ટને સપોર્ટ કરાયો છે.

નોરા અને રેમોએ અગાઉ સ્ટ્રીટ ડાન્સર ૩ ડ્ઢમાં સાથે કામ કર્યું હતું, જાે કે આ ફિલ્મમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં હતા. થોડા દિવસ અગાઉ નોરાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી અને નવા પ્રોજેક્ટની શરૂઆત અંગે વાત કરી હતી. નોરાએ પોસ્ટમાં માત્ર એટલું જ જણાવ્યું હતું કે, તે ઊટીમાં છે અને શૂટિંગનો પહેલો દિવસ છે. હવે નોરાએ મૂકેલી પોસ્ટ પાછળની સ્ટોરી બહાર આવી છે અને ડાન્સ આધારિત અનોખી ફિલ્મના શૂટિંગ અંગે જાણ થઈ છે. નોરાએ છેલ્લે આયુષ્માન ખુરાનાની ફિલ્મ એક્શન હીરો અને સિદ્ધાર્થ મલહોત્રાની સાથે થેન્ક ગોડમાં સ્પેશિયલ ડાન્સ પરફોર્મન્સ આપ્યુ હતું.

Related Posts