અભ્યાસિકા મંડળ, ગુજરાત દ્વારા ચિંતનયાત્રા -2022 નું અત્યંત સફળતાપૂર્વક આયોજન
અભ્યાસિકા મંડળ, ગુજરાત* દ્વારા *ચિંતનયાત્રા -2022* નું અત્યંત સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ હતું. હાલની કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને દરેક જગ્યાએ કાર્યક્રમ ઓનલાઈન કરવામાં આવેલ હતા.
સહુ પ્રથમ 16 જાન્યુઆરીના વલસાડ મુકામે *શિક્ષણ નીતિ અને શિક્ષણ વ્યવસ્થા : એક ચિંતન* વિષય ઉપર ડૉ. ભાસ્કરભાઈ રાવલ (પૂર્વ વાઇસ ચાન્સલર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી,સુરત) દ્વારા યુવાનોને સુંદર રીતે ચિંતનાત્મક વિચારબીજ આપવામાં આવેલ. કાર્યક્રમના બીજા સોપાનમાં સુરત ખાતે *”રાષ્ટ્ર કારણ – સમાજ કારણ- રાજ કારણ”* તથા *”મહાવિધાલયો અને વિદ્યાર્થી રાજકારણ”* જેવા રાષ્ટ્રના વિકાસ અને યુવાઓને સીધા સ્પર્શતા મુદ્દાઓ ઉપર ચર્ચા ગોઠવવામાં આવી હતી જેમાં કાર્યક્રમનાં અધ્યક્ષ
*ડો. પ્રફુલ સિરોયા*
( અધ્યક્ષ- લોકદૃષ્ટી આઈ બેંક અને રેડ ક્રોસ બ્લડ બેંક) તથા કાર્યક્રમના મુખ્ય વક્તા *ડૉ.ભાસ્કરભાઈ રાવલ* (પૂર્વ પ્રો.વાઇસ ચાન્સલર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરત)
રહ્યા હતા.
ચિંતનયાત્રા 2022નું એના ત્રીજા ચરણમાં તા. 25 ના રોજ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બહોળી સંખ્યામાં સહુ કાર્યકર્તાઓ જોડાયા હતા.
રાજકોટમાં સર્વને સ્પર્શતા વિષય:
*” સૌનો સાથ સૌનો વિકાસ ” – સામાજિક અભિયાન કે શાસકીય ગતિવિધિ?* ઉપર ઉત્કૃષ્ટ વક્તવ્ય કાર્યક્રમના મુખ્ય વક્તા જ્યેષ્ઠ પત્રકાર એવા શ્રી *પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા* એ આપ્યું હતું. તેઓએ પણ યુવાનોને મગજ માટે તર્ક, મન માટે લાગણીઓ અને પેટ માટે પરિશ્રમ એમ ત્રણેય મહત્વના મુદ્દાઓ એકબીજા સાથે સંકળાયેલ છે તેની સમજણ આપેલ તથા સંસ્કાર અને સંસ્કૃતિ આપના યુવાનોને લોહીમાં જ મળેલ છે તો એને સાર્થક કરવાની હાકલ કરેલ.
ચિંતનયાત્રાના ચોથા અને અંતિમ ચરણમાં તા. 29 જાન્યુઆરીના વડોદરા અભ્યાસિકા મંડળ દ્વારા *સમાજ અને રાજકારણના ભૂત ભવિષ્ય અને વર્તમાન* વિષય ઉપર લોકસભાના પૂર્વ સ્પીકર *સુમિત્રા મહાજન (સુમિત્રા તાઈ)* દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ.
આ સાથે જ આવનારા વર્ષ માટેના અભ્યાસીકા મંડળ ગુજરાતના જુદા જુદા પદાધિકારીઓના નામ જાહેર કરવામાં આવેલ અને નવા નિમાયેલ સભ્યોને એમની જવાબદારીઓ સોંપવામાં આવેલ.
ચિંતનયાત્રા સાથે જ એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ અને એમાં વિભિન્ન વિદ્યાર્થીઓએ સરસ રીતે ભાગ લીધેલ હતો. તેઓ સર્વના નિબંધનું તટસ્થ મૂલ્યાંકન કરીને એમાંથી પ્રથમ અને દ્વિતીય ક્રમ આપવામાં આવેલ. દરેક સ્પર્ધાના વિજેતાઓના નિવડેલા નિબંધોને આવનારા પાથેય ત્રિમાસિક સામાયિકમાં સમાવેશ કરવામાં આવનાર છે.
નિબંધ સ્પર્ધામાં સુરતથી પ્રથમ તેજસ પ્રજાપતિ અને બીજા ક્રમે પ્રવેશ ભણસાલી, વલસાડમાં પ્રથમ ક્રમે શિવાંગી પટેલ અને કર્મવીર અરોરા એમ બે નિબંધ પસંદ થયેલા હતા. અને દ્વિતીય ક્રમે પણ કેયુરી પરમાર અને જયેશ રામાણી બંને દ્વારા લિખિત એમ બે નિબંધ જાહેર કરવામાં આવ્યા હતા.
વડોદરામાં નિબંધ માટે બે વિષય આપવામાં આવેલ હતા જેમાંથી *રાજકારણમાં મહિલાઓની બદલાતી ભાગીદારી* વિષયમાં હર્ષ પટેલ પ્રથમ ક્રમે અને કિરણ ઘેસાસ દ્વિતીય ક્રમ ઉપર આવેલ. બીજા *મતદાતા જાગૃતિ – સમસ્યા અને ઉકેલ* વિષયમાં લક્ષ કુમાર પ્રથમ ક્રમે અને સિદ્ધાર્થ પરમાર દ્વિતીય ક્રમે આવ્યા હતા.
રાજકોટમાં નિબંધના *વિષય સહુનો સાથ સહુનો વિકાસ -સામાજિક અભિયાન કે શાસકીય ગતિવિધિ* માં પ્રથમ ક્રમે વિધિ નંદાણીયા તથા દ્વિતીય ક્રમે જુહી ચંદનાની અને ડૉ. પ્રિયમ અગ્રવતના નામ જાહેર કરાયેલા હતા.
વડોદરા મંડળના ઓનલાઈન કાર્યક્રમમાં, સુમિત્રાતાઈએ યુવાનોના વિચાર જાણવા માટે મળવાની અદમ્ય ઈચ્છા દર્શાવી હતી. તેઓએ રાજ્ય અને શાસન સમાજની સાથે રહીને જ કરવામાં આવતું હતું અને હજુય સર્વાંગી સાથ સહકાર થી જ કરવામાં આવે છે તેની વિવિધ પ્રકારે માહિતી આપી હતી. શ્રીકૃષ્ણ ભગવાનની ટચલી આંગળી ઉપર ઉપડાયેલ ગોવર્ધન પર્વતના સુંદર ઉદાહરણ થી સમજાવેલ કે એ જ પર્વતને ઉપાડવા ગોવાળોએ એમની લાકડી પણ ટેકવેલ હતી. એ સમાજની શક્તિ છે. ભારતીય રાજકારણમાં આપણે પ્રગતિ કરીએ છીએ. હું કે તમે થી ઉપર ઉઠીને સહુના વિકાસ માટે આપણું સંવિધાન પણ કાર્યરત છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સુંદર વાક્યો સાથે એમણે ભિન્ન સંસ્કૃતિમાંથી એક્ત્વ સાધવાની સ્પષ્ટ વાત મુકેલ.
સમગ્ર કાર્યક્રમ આ રીતે ચાર ચરણોમાં સંપૂર્ણ કરવામાં આવ્યો હતો. અને સમગ્રતયા બધા કાર્યક્રમોમાં મળીને અઢીસો થી ત્રણસો કાર્યકર્તાઓ લાભાંવીત થયા હતા.
Recent Comments