અમદાવાદ એરપોર્ટ પર એક વિચિત્ર ઘટના સામે આવી છે. અમદાવાદથી દિલ્હી જતી એરઈન્ડિયાની ફ્લાઈટના ૧૭૦ પેસેન્જર કેપ્ટનના કારણે રઝળી પડ્યા હતા. ફ્લાઇટના કેપ્ટનની શિફ્ટ પૂરી થઇ જતા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. ડ્યૂટી સમય પૂરો થતા કેપ્ટને ફ્લાઈટ ટેક ઓફ કરવાની ના પાડી દીધી હતી. એરઈન્ડિયાની ફ્લાઈટમાં ૧૭૦ પેસેન્જરોને દિલ્હી પહોંચવાનું હતુ. જાે કે ફલાઈટ ટેક ઓફ ન થતા ૧૭૦ પેસેન્જરો રઝળી પડ્યા હતા. ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફલાઈટવાળા પેસેન્જરો અટવાઇ ગયા હતા.
અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટના ૧૭૦ મુસાફર રઝળી પડ્યાડ્યૂટી સમય પૂરો થતા કેપ્ટને ફ્લાઈટ ટેક ઓફ કરવાની ના પાડી દીધી

Recent Comments