અમદાવાદની સાબરમતી જેલથી યુપીના પ્રયાગરાજ લઈ જવાઈ રહેલા માફિયા અતિક અહમદની વેન મધ્ય પ્રદેશના શિવપુરીની સરહદમાં પ્રવેશ કરતાની સાથે જ ગાય સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં ગાય મોતને ભેટી. આ દરમિયાન અતિક અહમદની વેન પલટાતા પલટાતા રહી ગઈ. અતિકને ડર છે કે તેની સાથે વિકાસ દુબે જેવા હાલ થઈ શકે છે. અતિક અહમદનો કાફલો જેવો ખરાઈ ચેકપોસ્ટ પાસેથી પસાર થયો કે ત્યાં અચાનક વેન સામે ગાય આવી ગઈ અને જાેરથી અથડાઈ. જેના કારણે ગાયનું દર્દનાક મોત નિપજ્યું.
અત્રે જણાવવાનું કે ગઈ કાલે રવિવારે સાબરમતી જેલમાંથી બહાર નીકળતી વખતે અતિક અહમદે પોતાની હત્યાનો શક વ્યક્ત કર્યો હતો. પરંતુ આજે શિવપુરીમાં પાછો મૂછો પર તાવ આપતા બોલ્યો કે શેનો ડર! અતિક અહેમદને લઈને ઝાંસીથી યુપી પોલીસ નીકળી ગઈ છે. સુરક્ષા કારણોસર તેની વેન બદલી નાખવામાં આવી છે. કડક સુરક્ષા વચ્ચે કાફલો પ્રયાગરાજ માટે રવાના થયો છે. અતિકના કાફલા સાથે તેની બહેન પણ છે.
તેણે કહ્યું કે પ્રયાગરાજ સુધી કાફલા સાથે જઈશ. એન્કાઉન્ટર થવાનો ડર છે. આ બધા વચ્ચે ઉમેશ પાલની પત્નીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે મારા પતિના હત્યારાઓને સજા મળે. જેવું મારા પતિ સાથે થયું તેવું જ અતિક સાથે થાય. પતિના હત્યારાઓને પણ ફાંસીની સજા મળે. ઉમેશ પાલની માતા શાંતિ દેવીએ પણ પુત્ર માટે ન્યાયની માંગણી કરી છે. અતિક અહમદ પર યુપીના ડેપ્યુટી સીએમ બૃજેશ પાઠકનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે.
તેમણે કહ્યું કે કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છીએ. દરેક સંજાેગોમાં કાયદાનું રાજ કાયમ છે. બીજી બાજુ અતિક પર યુપીના મંત્રી દાનિશે કહ્યું કે યોગી રાજયમાં માફિયાઓનું બીપી હાઈ છે. માફિયાઓને ગાડી પલટવાનો ડર છે. અતિક અહમદ ખૌફમાં છે. તેને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે ક્યાંક તેની સાથે વિકાસ દુબે જેવો અંજામ ન થાય. અત્રે જણાવવાનું કે ચાર વર્ષ બાદ અતિક અહમદ યુપી પહોંચી રહ્યો છે.
ગુજરાતની સાબરમતી જેલમાંથી અતિકને લઈને નીકળેલી ટીમ હાલ ઝાંસી પહોંચી છે. અતિકને ૬ ગાડીઓના કાફલામાં લાવવામાં આવી રહ્યો છે. જેમાં બે વજ્ર વાહનો પણ સામેલ છે. આ કાફલામાં ૪૫ પોલીસકર્મીઓની ટીમ છે. અતિકને પ્રયાગરાજમાં નૈની જેલમાં રાખવામાં આવશે. અતિકની રાત જેલમાં વિતશે અને ત્યારબાદ મંગળવારે તેને કોર્ટમાં રજૂ કરાશે.


















Recent Comments