અમદાવાદનાં નારોલમાં એક પતિએ ૨૦ ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતારી
નારોલમાં પતિ પત્ની વચ્ચે ચારિત્ર્યની શંકાને લઇને અવાર નવાર તકરાર થતી હતી. આજે સવારે પતિએ છારીના ૨૦ ઘા મારીને પત્નીની હત્યા કરી હતી અને આરોપીએ સાળાને ફોેન કરીને મૈને તેરી દીદી કો માર ડાલી હૈ કહ્યું હતું. આ કરુણ ઘટનામાં પત્નીનું મોત થયું અને પતિ હવે જેલમાં જશે માટે ત્રણ સંતાનો નિરાધાર થયા છે. આ બનાવ અંગે નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઇન્દોરમાં મધ્ય પ્રદેશમાં રહેતા યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં નારોલ ડીવાઇન સ્કૂલ પાસે રહેતા નિલેશકુમાર શાહ સામે ફરિયાદ નોધાવી છે કે તેમની બહેનના ૧૪ વર્ષ પહેલા આરોપી સાથે પ્રેમ લગ્ન થયા હતા. લગ્ન બાદ બન્ને અમદાવાદમાં ઉપરોક્ત જગ્યાએ રહેતા હતા. છેલ્લા કેટલાક સમયથી પતિ તેમની બહેન ઉપર ચારિત્ર્યની શંકા રાખીને તકરાર કરતા હતા. આજે સવારે તેમના જીજાએ ફરિયાદીને ફોન કરીને કહ્યું કે મૈને તેરી દીદી કો માર ડાલી હૈ, જેથી યુવકે મઝાક સમજાતા હતા જાે કે સંતાન સાથે વાત કરતાં ખબર પડી કે સાચે જ હત્યા કરી હતી, જેમાં આજે સવારે આરોપીએ પોતાની પત્નીને ગળામા ંછરીના ઉપરા છાપરી ૨૦ ઘા મારીને હત્યા કરી હતી. આ બનાવમાં માતાના મોત અને પતિ હવે જેલમાં જશે તેવા સંજાેગોમાં ત્રણ સતાનો નિરાધાર થયા છે. આ ઘટના અંગે નારોલ પોલીસે ખૂનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments