અમદાવાદનાં મણીનગરમાં રહેતા એક વૃદ્ધ વેપારીને દંપતિએ વૃદ્ધ પાસેથી રૃા.૭૫ લાખ પડાવ્યા
મણીનગરમાં રહેતા વૃદ્ધ વેપારીને દંપતિએ પોતાની કંપનીમાં પૈસાની જરૃર છે તેમ કહીને રૃા. ૭૫ લાખનું રોકાણ કરાવ્યું હતું બે વર્ષ બાદ વેપારી પૈસા માંગ્યા ત્યારે દંપતિએ ટાંટીયા તોડી નખવવાની ધમકી આપી હતી અને મકાન બંધ કરીને નાસી ગયા હતા. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ વેપારીને થતા તેમણે મણીનગર પોલીસ સ્ટેશનમાં દંપતિ સામે ફરિયાદ નોંધાવી છે. મણિનગરમાં રહેતા અને રાયપુર ખાતે દવાઓનો વેપાર કરતા વૃદ્ધે મણિનગર પોલીસ સ્ટેશનમાં ઘોડાસર ખાતે રહેતા પતિ અને તેમની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે કે થોડા વર્ષ પહેલા ઘોડાસર ખાતે રહેતા આરોપી મેડીકલ દવાઓનો હોલસેલમાં વેપાર કરતો હોવાથી તેમનો સંપર્ક થયો હતો.
તેમજ રીહેલ ફાર્માસ્યુટીકલ લિમિટેડના નામે દવાઓનું ટ્રેડિંગ કરતા હતા. ફરિયાદીને મારે ધંધા માટે રૃપિયાની જરૃર છે તેમ જણાવ્યું હતું. જેથી ફરિયાદી તેમના મિત્ર સાથે આરોપીની અસલાલી ખાતેની ઓફિસે ગયા હતા. ત્યાં આરોપીએ રૃપિયા ૭૫ લાખ ઇન્વેસ્ટ કરવાનું કહ્યું હતું. જેથી ફરિયાદી અને તેમના મિત્રે ટુકડે-ટુકડે કુલ રૃા. ૭૫ લાખ આરોપી અને તેમની પત્નીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જે તે સમયે કરાર પણ કર્યો હતો જે મુજબ નિયમ અનુસાર ૯૦ દિવસ પહેલા નોટિસ આપીને રૃપિયાની માંગણી કરી હતી.ત્યારબાદ ફરિયાદીએ રૃપિયાની ઉઘરાણી કરતાં દંપતિએ રૃપિયાની માંગણી કરતા નહી અને થાય તે કરી લેજાે અને રૃપિયા માંગવા આવશો તો ટાંટીયા તોડી નખાવવાની ધમકી આપી હતી. જેથી થોડા દિવસ પછી ફરિયાદી આરાપીના ઘરે ગયા ત્યારે દંપતિ ઘર ખાલી કરીને જતા રહ્યા હતા.
Recent Comments