અમદાવાદનાં વટવા વિસ્તાર માંથી દારૂની ૨૬૧ બોટલ ઝડપાઇદારૂ રાખવા માટે રૂપિયા ૧૦ હજારમાં બંગલો ભાડે રાખ્યો હતો
ગુજરાતમાં દારુબંધી હોવા છતા વારંવાર દારુનો વેપાર થતો હોવાનું ઝડપાઇ રહ્યુ છે. ત્યારે વધુ એક વાર દારુ ઝડપાયો છે. અમદાવાદના વટવા વિસ્તારના ઓમ શાંતિ બંગલામાંથી ઁઝ્રમ્ ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. આરોપી જીગર શાહની પોલીસે ધરપકડ કરી છે. દારૂ રાખવા માટે રૂપિયા ૧૦ હજારમાં બંગલો ભાડે રાખ્યો હતો. આરોપી જીગર અને વોન્ટેડ બુટલેગર મનીષ સાથે દારૂનું વેચાણ કરતા હતા. દારૂની ૨૬૧ બોટલ સહિત કુલ ૪ લાખની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. બંગલામાં રાખેલા દારૂની હોમ ડિલિવરી કરતા હતા. જેથી પોલીસની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments