શહેરના કોટ વિસ્તારમાં ઇલેકટ્રીકની ચોરીના બનાવો વધી રહ્યા છે, બીજીતરફ વીજ કંપની દ્વારા આવા બનાવો રોકવા માટે ચેકિંગમાં જાય તો તેમના ઉપર હુમલા થઇ રહ્યા છે. ગઇકાલે શાહપુરમાં વીજ કંપનીની ટીમ વીજ ચોરી થતી હોવાથી તેને રોકવા માટે નવા કેબલ નાંખવા ગઇ હતી. ત્યારે સ્થાનિક યુવકે વીજ કંપનીના જુનિયર એક્જીક્યુટીવ અધિકારીને માર મારીને ધમકી આપી હતી. આ બનાવ અંગે શાહપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નારણપુરામાં રહેતા અને શાહીબાગ ખાતે આવેલી ટોરન્ટ પાવરની ઓફિસમાં વીજ કંપનીના જુનિયર એક્જીક્યુટીવ તરીકે નોકરી કરતા અધિકારીએ શાહપુર પોલીસ સ્ટેશનમાં શાહપુરમાં રહેતા યુવકે સામે ફરિયાદ નોધાવી છે કે ગઇકાલે સવારે તેઓ વીજ પાવરની ટીમ સાથે ગયા હતા અને તેમને જ્યાં શાહપુરમાં વીજ કંપનીની ટીમ વીજ ચોરી થતી હોવાથી તેને રોકવા માટે નવા કેબલ નાંખવા ગયા હતા. ત્યારે આરોપીના ભાઇએ તેમનો રોક્યા હતા અને આરોપીને બોલાવ્યા હતા જેથી આરોપીએ આવીને વીજ કંપનીના જુનિયર એક્જીક્યુટીવ અધિકારી સાથે તકરાર કરી હતી અને માર મારીને ધમકી આપી હતી કે આજે તો કેબલ નાંખશો તો જાનથી માંરી નાંખીશ અને તેમને ખોટા કેસમાં ફસાવી તેવી ધમકી આપી હતી. આ ઘટના અંગે શાહપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments