અમદાવાદનાં સુભાષબ્રિજમાં લોકોના આતંક અને તોડફોડ નાં કારણે લોકો ઘાયલ
અમદાવાદમાં સુભાષબ્રિજ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જાેવા મળી રહ્યો છે. કાઠિયાવાડી હોટેલ માં અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. તેઓએ હથિયારો સાથે હુમલો કરીને તોડફોડ કરી છે. અમદાવાદમાં સુભાષબ્રિજ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જાેવા મળી રહ્યો છે. કાઠિયાવાડી હોટેલ માં અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. તેઓએ હથિયારો સાથે હુમલો કરીને તોડફોડ કરી છે. અસામાજિક તત્વોના આ હુમલાના લીધે હોટેલ માલિકને ગંભીર ઇજાઓ પહોંચી છે. રાણીપ પોલીસે અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે, આવા સમયે પોલીસ પણ મુકબધીર બનીને માત્ર તમાસો જાેઈ રહે છે.
અગાઉ બનેલા બનાવમાં અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોએ બેફામ તોડફોડ અને ગાળાગાળી કરી હતી.આ દરમિયાન પોલીસ પણ ત્યાં હાજર હોય તેવી સીસીટીવી સામે આવ્યા છે. નોંધનીય છે કે, પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. શું અસામાજિક તત્વોમાં પોલીસનો ડર જ નથી કે પછી પોલીસ જ તેમને છાવરી રહીં છે. અમદાવાદના કુખ્યાત બુટલેગરના પુત્રનું અપહરણ કરી માર મરાયો હતો. કિશોર લંગડાના પુત્ર અજિતસિંહ રાઠોડનું અપહરણ કર્યું અને ગાડીની ડિપર મારવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. નોંધનીય છે કે, વાહનોમાં તોડફોડ અને અપહરણના ઝ્રઝ્ર્ફ અત્યારે સામે આવ્યા છે. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે, અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા હતા અનેપોલીસ બની મૂકપ્રેક્ષક બની જાેઈ રહીં હતી. અસામાજિક તત્વો ગાડીઓમાં તોડફોડ કરતા રહ્યા અને પોલીસ જાેતી રહી! પોલીસ મૂકપ્રેક્ષક બની રહીં તેવા સીસીટીવી છે.
Recent Comments