fbpx
ગુજરાત

અમદાવાદનાં ૨૦ હજારનાં તોડ કાંડમાં ૧૦ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડટ્રાફિક વિભાગની તપાસમાં ૩ ટ્રાફિક પોલીસ કર્મી અને ૭TRB એમ કુલ ૧૦ જવાનની સંડોવણી ખૂલી

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા આવેલા દિલ્હીના યુવકો પાસેથી ૨૦ હજારનો તોડ કરવા મામલે પોલીસ અને ્‌ઇમ્ જવાનો સામે તવાઇ બોલાવવામાં આવી છે. ટ્રાફિક ડ્ઢઝ્રઁ સફીન હસને તપાસ બાદ ૧૦ તોડબાજ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં હડકંપ મચ્યો છે. ટ્રાફિક વિભાગની તપાસમાં ૩ ટ્રાફિક પોલીસ કર્મી અને ૭ ્‌ઇમ્ એમ કુલ ૧૦ જવાનની સંડોવણી ખૂલી છે. જે બાદ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ કેસમાં ફરિયાદીએ કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પોલીસે સામે ચાલીને તોડબાજ પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરી છે. ડ્ઢઝ્રઁ સફીન હસને જણાવ્યું કે દિલ્હીના કાનવ માનચંદા નામના યુવક દ્વારા જે આક્ષેપો કરાયા છે તેની ફરિયાદ લેવા માટે પોલીસની ખાસ ટીમ દિલ્હી મોકલવામાં આવી છે. પોલીસની તપાસમાં રોયલ મોબાઇલ એસેસરીઝના માલિકના એકાઉન્ટમાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું ખૂલ્યું છે. સસ્પેન્ડેડ પોલીસ કર્મીઓ તેમજ ્‌ઇમ્ જવાનોનો ગુનાહિત ભૂતકાળ પણ તપાસવામાં આવશે તેમ ડ્ઢઝ્રઁએ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts