ગુજરાત

અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વિકેન્ડ સ્વૈચ્છિક લોકડાઉન

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગુજરાતમાં હવે પોઝિટિવ કેસનો આંકડો ૪૫૦૦ જેટલે પહોંચી ગયો છે. ત્યારે સરકારે તો લોકડાઉન કરવાની મનાઈ કરી દીધી છે, પરંતુ હાલ ૮ મહાનગરોના ૨૦ શહેરોમાં રાત્રિ કરફ્યૂમાં વધારો કર્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત ૨૦ જેટલાં શહેરોમાં રાત્રિ કફર્યૂ લાદવામાં આવ્યો છે. જાેકે નગરો અને ગામોમાં કોરોનાએ કેર વર્તાવતાં હવે લોકો સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરવા તરફ આગળ વધી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં રોકેટ ગતિએ કોરોના સંક્રમણ વધતું જાય છે ત્યારે અનેક વિસ્તારમાં શનિવાર અને રવિવાર સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. ગામડાઓમાં પહેલા સ્વયંભૂ લોકડાઉન લોકો રાખતા હતા, પરંતુ પરંતુ ગામડાઓના માર્ગે હવે શહેરોમાં પણ સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં આજે થલતેજ, સોલા, સાયન્સસીટી વિસ્તારમાં તમામ દુકાનો સ્વયંભૂ રીતે બંધ રાખવામાં આવી છે. કોરોના વાયરસની આ જીવલેણ ચેન તોડવા માટે લોકો સજાગ થયા છે. આજે શહેરમાં ત્રણ વિસ્તારમાં પાળવામાં આવેલા સ્વયંભૂ બંધમાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

અત્રે નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં રોકેટ ગતિએ વધતુ કોરોના સંક્રમણ અટકાવવા હવે પ્રજા જાગૃત થઇ રહી છે. શહેરના અનેક વિસ્તારમાં શનિવાર અને રવિવાર સ્વયંભૂ લોકડાઉન પાળવામાં આવી રહ્યું છે. પહેલા ગામડાઓમાં લોકો સ્વયંભૂ લોકડાઉન પાળતા હતા પરંતુ હવે ગામડાઓના માર્ગે હવે શહેરોમાં પણ અનેક વિસ્તારમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યું છે. અમદાવાદના થલતેજ, સોલા, સાયન્સસીટી વિસ્તારમાં તમામ દુકાનો બંધ રાખી વેપારીઓએ સ્વેચ્છિ બંધ પાળ્યું છે. કોરોનાની ચેન તોડવા લોકો સજાગ થયા છે અને તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ શનિ-રવિ મોટા ભાગનાં ગામડાંમાં તો બજારો બંધ જ રહેવાનાં છે, પરંતુ એની સાથે સાથે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવાં શહેરોમાં પણ લોકો કામ સિવાય બહાર આવશે નહીં. જાે કામ સિવાય બહાર જઈશું તો ચેપનો ભોગ બની શકીએ. જેથી સૌ કોઈએ કોરોનાને ખોખરો કરવા જાતે જ સોશિયલ ગેધરિંગ ટાળવાનું છે.

Follow Me:

Related Posts