fbpx
ગુજરાત

અમદાવાદના આસપાસના વિસ્તારો માટે ઔડા આવાસ યોજના શરુ થઇ, બનાવાશે ૧૦૦૦ મકાનો

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (છેંડ્ઢછ)નું વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ આજે ઔડાના ચેરમેન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ. થેંન્નારેસન તેમજ મુખ્ય કારોબારી અધિકારી ડીપી દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧૨૭૫ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ઔડા હસ્તક આવતા ગામો અને વિસ્તારમાં સ્ટોર્મ વોટર લાઈન, ડ્રેનેજ અને પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મકાન મળી રહે તેના માટે ઔડા આવાસ યોજનાના નામે નવી આવાસ યોજના શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં બે બેડરૂમ, હોલ અને કિચનના મકાનો બનાવવામાં આવશે. પ્રાથમિક ધોરણે હાલ ૧૦ કરોડ રૂપિયાની જાેગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત ૧૦૦૦ જેટલા મકાનો બનશે.

Follow Me:

Related Posts