અમદાવાદ એસીબીમાં ફરજ બજાવતા પીઆઈ પ્રવીણભાઈ અમૃતભાઈ ચૌધરી (પી.એ.ચૌધરી) ૩૦ જૂન ૨૦૨૧થી અમદાવાદ એસીબીમાં ફરજ બજાવતા હતા. તેઓ ગત ૩૦ નવેમ્બરના રોજથી એસીબી કંટ્રોલ રૂમમાં ટેલિફોનથી વર્ધી લખાવીને બીમારીની રજા ઉપર ગયા હતા. પરંતુ આજ દિન સુધી તેમણે એસીબી કચેરીમાં બીમારીની રજા અંગેના સારવાર કે રેસ્ટ સર્ટિફિકેટ રજૂ કર્યા ન હતા. જેથી તેમને સારવાર સર્ટિફિકેટ, મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ તેમણે તેમણે બીમારીના કોઇ સર્ટિફિકેટ રજૂ કર્યા ન હતા. તેમજ ફરજ ઉપર હાજર પણ થયા ન હતા. જેથી એસીબીના પીઆઈ પી.એ.ચૌધરી (દશેલા, ગાંધીનગર) લાંબા સમયથી ફરજ ઉપર મનસ્વી રીતે ગેરહાજર રહ્યા હોવાથી તેમની વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.અમદાવાદ એસીબીમાં ફરજ બજાવતા પીઆઈ પ્રવીણભાઈ અમૃતભાઈ ચૌધરી (પી.એ.ચૌધરી) સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પીઆઈ ચૌધરી ગત ૩૦ ઓગસ્ટ ૨૦૨૧થી બીમારીની રજા પર હતા, પરંતુ આજદિન સુધી ફરજ પર હાજર થયા ન હતા. તેમને નોકરી ઉપર હાજર થવા અથવા તો મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવા વારંવાર નોટિસ આપવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા આખરે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
અમદાવાદના એસીબી પીઆઈ સામે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

Recent Comments