અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અંગત અદાવતમાં સગીરની હત્યા
પોલીસે હત્યાના ગુનામાં ૫ આરોપીની ધરપકડ કરી
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા રબારી વસાહત પાસે એક સગીર પર ૨૧ તારીખે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં સારવાર બાદ સગીરનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી ઓઢવ પોલીસે હત્યા અને એટ્રોસિટી ની કલમો હેઠળ ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જાેકે ગુનામાં અન્ય એક સગીરની પણ સંડોવણી હોવાથી તેને વિરોધ કાયદાકીય પગલા લીધા છે. ઓઢવ પોલીસે કિશન ખટીક, શ્યામ ખટીક, સુરજ ખટીક, વિજય ખટીક અને પિયુષ પટેલ ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી સુશાંત શર્મા ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે મૃતકને ૧૪ વર્ષિય બોબી નાડીયા સાથે તેમની લાંબા સમયથી અંગત અદાવત ચાલતી હતી. દિવાળી સમયે પણ બન્ને વચ્ચે તકરાર થઈ હતી. જેનો બદલો લેવા આરોપી એ હુમલો કર્યો હતો. બોબી નાડીયાની હત્યા ની વિગત પર નજર કરીએ તો, ૨૧ તારીખે રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યાના અરસામાં મૃતક બોબી અને તેનો ભાઈ સંજય રબારી વસાહત પાસે આવેલા રાજાધિરાજ પાર્લર પાસે બેઠા હતા. તે સમયે બે બાઈક પર આવેલા પાંચ આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમા બોબીને સાથળના ભાગે ઈજા પહોચી હતી.
જેની સારવાર કરાવી ઘરે લાવ્યા બાદ ગઈકાલે તેનુ મૃત્યુ નિપજ્યું હતું. જે અંગે પરિવારે પોલીસને જાણ કરતા ઓઢવ પોલીસે હત્યા અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી સીસીટીવીના આધારે આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ઓઢવમાં થયેલી હત્યા પાછળ બે સગીરોની માથાકૂટ અને તકરાર જવાબદાર છે. જેમા એક સગીરનુ મોત નિપજ્યું તો અન્ય એક સગીર વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામા આવી રહ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં અન્ય કોઈ કારણ સામે આવે છે કેમ તે જાેવુ મહત્વનું છે. કારણ કે પોલીસને એ વાતનો પણ સવાલ છે કે, આટલી કિશોર વયની ઉંમરે શા માટે આમને સામને આટલી હદે તકરાર સર્જાઈ. તો વળી આટલી વયના કિશોરની તકરારમાં તેને મદદ કરવા માટે અન્ય યુવકો પણ આવીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો આમ. હત્યાનું સ્પષ્ટ કારણ પણ શોધવા માટે પોલીસે પ્રયાસો શરુ કર્યા છે.
Recent Comments