અમદાવાદના કાંકરિયામાં બાલવાટીકાનું નવિનીકરણ કરવાનું હોવાથી ૫ જૂનથી પ્રવાસીઓ માટે અચોક્કસ મુદ્દત સુધી બંધ
હાલ ઉનાળાના વેકેશન ના કારણે અંડવામાં સૌથી વધુ લોકો કાંકરિયા તળાવ ની મુલાકાતે આવતા હોય છે. અમદાવાદના કાંકરિયામાં આવેલ બાલવાટીકાનું નવિનીકરણ કરવાનું હોવાથી ૫ જૂનથી બાલવાટીકા પ્રવાસીઓ માટે બંધ કરવાનો ર્નિણય લેવાયો છે. કાંકરિયાનું બાલવાટીકા ૫ જૂનથી અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવાનો ર્નિણય કરાયો છે. બાલવાટીકાનું નવિણીકરણ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. નવિનીકરણને કારણે અચોક્કસ મુદ્દત સુધી બાલવાટીકા બંધ રાખવાનો એએમસી એ ર્નિણય કર્યો છે.
Recent Comments