ગુજરાત

અમદાવાદના ખોખરામાં યોજાયેલા યજ્ઞમાં ભૂદેવો સાથે ક્રિકેટ રસિકોએ પણ યજ્ઞમાં આહુતિ આપી

ભારત વિશ્વકપ જીતે એવી પ્રાર્થના સાથે ‘ભારત જીતેગા’ના નારા પણ લગાવ્યાભારત વિશ્વકપ જીતે તે માટે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભારત વિશ્વકપ વિજેતા બને તે માટે શહેરમાં વિજય યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના ખોખરા-હાટકેશ્વર ઓવરબ્રિજ પાસે આ માટે યજ્ઞ યોજવામાં આવ્યો.ખોખરા-હાટકેશ્વવર ઓવરબ્રિજ પાસે અંબાજી મંદિરના પ્રાંગણમાં સવારે હવનનું આયોજન કરાયુ. અમદાવાદના ખોખરામાં યોજાયેલા યજ્ઞમાં ભૂદેવો સાથે ક્રિકેટ રસિકોએ પણ યજ્ઞમાં આહુતિ આપી હતી. સાથે જ ‘ભારત જીતેગા’ના નારા પણ લગાવ્યા હતા. લોકોએ ભારતની ટીમ જ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Related Posts