અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર અસામાજિક તત્વોએ મુસાફરને પતરી અને સ્ટાફને માર માર્યો, ઘટના સીસીટીવીમાં કેદ
અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જાેવા મળ્યો છે. ગઇ રાત્ર કેટલાક અસામાજિક તત્વોએ ગીતા મંદિર બસ સ્ટેશન પર આતંક મચાવ્યો હતો. અહીં અસામાજિક તત્વોએ બસ સ્ટાફ અને મુસાફરો સાથે અભદ્ર વર્તન કરીને મારામારી કરી હોવાની ઘટના ઘટી છે, આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા. ગઇ રાત્રે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન પર કેટલાક અસામાજિક તત્વોનો આતંક દેખાયો, અહીં લગાવેલા સીસીટીવી કેમેરામાં અસામાજિક તત્વોની લુખ્ખાગીરીના દ્રશ્યો કેદ થઇ ગયા છે, સીસીટીવી ફૂટેજમાં જાેઇ શકાય છે કે, રાત્રિ દરમિયાન બસ સ્ટેન્ડ પર બે યુવકો દ્વારા મુસાફરો અને સ્ટાફની સાથે કરી મારામારી કરવામાં આવી હતી, આમાં એક યુવકને પતરી વડે હુમલો કર્યો હતો અને બાદમાં સ્ટાફ પર ખુરશી વડે હુમલો કરીને મારામારી કરી હતી. જાેકે, બાદમાં પોલીસે આ અસામાજિક તત્વોને પકડી લીધા હતા અને કોઇપણ કાર્યવાહી કર્યા વિના પાછા છોડી દેવામાં આવ્યા હતા, છુટી ગયા બાદ ફરીથી બસ સ્ટેન્ડ પર આ અસામાજિક તત્વોએ આવીને કર્મચારીઓને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધુ હતુ. અહીં આ બે યુવકો અવારનવાર દરેક દુકાનો પરથી ૧૦૦ રૂપિયાનો હપ્તો ઉઘરાવતા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે, આ અંગેની ફરિયાદ આ પહેલા એક વેપારી દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન નથી.
Recent Comments