અમદાવાદના ગોમતીપુરમાં મોબાઇલ ખોવાઇ ગયા બાબતે શંકા રાખીને ત્રણ શખ્સોએ યુવકના ઘરમાં ઘૂસીને મારા મારી કરી
અમદાવાદના ગોમતીપુરમાં બન્યો એક ચોંકાવનારો કિસ્સો, મોબાઇલ ખોવાઇ ગયા હોય અને એજ બાબતે શંકા રાખીને ત્રણ શખ્સોએ યુવકના ઘરમાં ઘૂસીને મારા મારી કરી હતી. મોબાઇલ મળી ગયા બાદ પણ યુવકને માર્યો હતો. એટલું જ નહી મધરાતે પરત આવીને ફરીથી પરિવાર ઉપર છરીથી હુમલો કરીને પથ્થર મારો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્રણ શખ્સો ભાગી ગયા હતા. આ બનાવમાં બે ભાઇ તથા માતાને ગંભીર ઇજાઓ થઈ હતી. ગોમતીપુર પોલીસે ખૂનની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ગોમતીપુરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ કોલોની રાયપુર મીલ પાસે રહેતા ભાવેશકુમાર મહેન્દ્રભાઇ સોલંકી (ઉ.વ.૨૬)એ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ કોલોની ખાતે રહેતા પપ્પુ ઉર્ફે પોળોતથા ભાવેશભાઇ સરદાર અને રાકેશ સરદાર સામે ફરિયાદ નોંધાવી છે કે ૨૫ નવેમ્બરના રોજ રાતે ફરિયાદી ઘરે જમતા હતા આ સમયે આરોપીઓ તેમના ઘરે ગયા હતા અને તે મોબાઇલ કેમ લીધો છે તેમ કહીને ગંદી ગાળો બોલી હતી. તેમણે લાફા લાફી કરીને ગડદાપાટુનો માર માર્યો હતો.
એટલામાં એક યુવકને આવીને કહ્યું કે મોબાઇલ મળી ગયો છે. જેથી આરોપીઓ માફી માગી હતી આ સમયે યુવકે કહ્યુ કે મને કેમ માર્યો તેમ કહેતા આરોપીઓએ તુ શુ કરી લઇશ કહીને ફરીથી હુમલો કર્યો હતો. આ સમયે છરી મારવા જતાં ફરિયાદી યુવકની માતા છોડાવવા વચ્ચે પડતાં તે ઘાયલ કરીને આરોપીઓ જતા રહ્યા હતા. બાદમાં મધરાતે પરત આવીને ફરીથી મારા મારી કરીને છરીથી હુમલો કર્યો હતો.
Recent Comments