fbpx
ગુજરાત

અમદાવાદના ચાંદખેડામાં દાગીના લૂંટનાર જ્વેલર્સના બંને કર્મચારી ફરાર

ચાંદખેડાના અંજલિ જ્વેલર્સના માલિક મહેશ શાહને સ્ટ્રોંગ રૂમમાં દોઢ કરોડના દાગીના લૂંટી ફરાર બંને કર્મચારી પાસે ફોન હોવા છતાં તેઓ ટ્રેસ થઈ શક્યા નથી. ઉપરાંત રસ્તા પરના સીસીટીવી કેમેરા પણ લૂંટની વધુ એક ઘટનામાં શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. બંને કર્મચારી દુકાનમાલિક મહેશ શાહનું એક્ટિવા અને મહેશભાઈએ તેમને આપેલા ફોન સાથે લઈ ગયા છે તેમ છતાં પણ આ બંને કઈ દિશામાં ભાગ્યા છે તે જ મોબાઇલ ફોનના લોકેશનના આધારે પોલીસ શોધી શકી નથી. રાણીપના સુવર્ણ એપાર્ટમેન્ટમાં રહેતા મહેશ શાહ (ઉં.૩૭) અગાઉ ચાંદખેડામાં ન્યૂ સીજી રોડ પરના સમૃદ્ધિ કોમ્પ્લેક્સમાં ભાડાની દુકાનમાં જ્વેલરી શોપ ધરાવતા હતા. જ્યારે ૬ મહિનાથી તેમણે મોટેરાના સ્વસ્તિક કોમ્પલેક્સમાં અંજલિ જ્વેલર્સ નામની દુકાન શરૂ કરી હતી. ધનતેરસની રાતે મહેશભાઈ અને બે કર્મચારી સુરેન્દ્રસિંહ ઝાલા, ચિરાગ નાયકે તેમને સ્ટ્રોંગ રૂમમાં પૂરી દાગીના, ફોન, એક્ટિવા અને રોકડ લૂંટી લીધી હતી. સુરેન્દ્રસિંહ ઝાલા અગાઉ ખૂન કેસમાં પકડાયો હતો.

Follow Me:

Related Posts