અમદાવાદની સરહદે આવેલી જમીનોના ભાવ સોના કરતા મોંઘા થતા, જમીનોના ખરીદ-વેચાણમાં છેતરપીંડીના કિસ્સા પણ વધ્યા છે. તેવામાં રાજકીય પ્રભુત્વ ધરાવતા લોકોએતો હવે માજા મુકી હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૮માં અમદાવાદના ઈસમને બનાખત થી જે જમીન વેચાણ કરવામાં આવી હતી. તેજ જમીન વેચાણ દસ્તાવેજ થી ખેડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સહિત ૩ ઈસમોએ વેચાણ દસ્તાવેજ થી ખરીદી હતી. સમગ્ર મામલે અમદાવાદના જમીન દલાલે અસલાલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. વર્ષ ૨૦૧૮માં અમદાવાદના જમીન દલાલ હર્ષદ શાહે કાસીન્દ્રા ગામની સર્વે નં.૭૧૭ વાળી જમીન ખેડુત ખાતેદાર રમણજી, ચંદુજી તેમજ સમુબેન ઠાકોર પાસેથી ૭-૧૨-૧૮ ના રોજ બાનાખત કરાર નં.૪૧૮૭ થી ખરીદી હતી. જેમાં સાક્ષી તરીકે કાસિન્દ્રા ગામના લાલાભાઈ ચૌહાણ તેમજ ગણપત બારૈયાએએ સહી કરી હતી.
બાનાખત થયા બાદ જમીનના અવેજ પેટે હર્ષભાઈએ ટુકડે ટુકડે રૂ.૧.૪૯ કરોડ મુળ ખેડુતને ચુકવ્યા હતા. પરંતુ તેમના પગ નીચેથી જમીન ત્યારે ખસી ગઈ જ્યારે તેમને ખબર પડી કે મુળ ખેડુત રમણજી, ચંદુજી અને સમુબેન ઠાકોરે તેમને બાનાખત કરી આપેલ જમીન હેમેન્દ્ર જાદવ, ગણપત બારૈયા અને કનુભાઈ પારેખને વેચાણ દસ્તાવેજ નં.૧૧૪૧ થી ૧૫ માર્ચ ૨૦૨૧ના રોજ વેચાણ કરી દીધી છે. આ બાબતે તેઓએ જરૂરી કાગળોની નકલો મેળવતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
જેથી તેઓએ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા વાળી સીટમાં આ બાબતે ફરિયાદ કરી હતી, જેની સુનાવણી બાદ ફરિયાદ દાખલ થવાનો હુકમ થતા અસલાલી પોલીસ મથકે કુલ ૬ ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ચંદુજી ઠાકોર, રમણજી ઠાકોર, સમુબેન ઠાકોર, સોમીબેન ઠાકોર, કનુભાઈ પારેખ અને હેમેન્દ્ર જાદવ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ગણપતભાઈના મામાની આ જમીન હતી. જેમની પાસેથી હર્ષદ શાહે ૨૦૧૮માં જમીન બાનાખત થી લીધી હતી. પરંતુ ૩ વર્ષથી તે ખેડુતને ટંલાવતા હતા, રૂપિયા ચુકવતા ન હતા. જેથી અમારી પાસે ઓફર આવી હતી. જે બાદ અમે વકીલ મારફતે તેઓને નોટિસ આપી હતી જેના જવાબ પણ અમારી પાસે છે. આ લોકોએ બદમાસી કરી પોલીસમાં સેટીંગ કરીને ફરિયાદ નોંધાવી છે.
Recent Comments