fbpx
ગુજરાત

અમદાવાદના જૂહાપુરામાં વેપારીને ૨ ખુલ્લા તત્વોએ ઢોરમાર માર્યો

અમદાવાદના જુહાપુરા સંકલિતનગરમાં રહેતા મિનાઝ અલ્તાફહુસેન સૈયદ (૨૧) એફ વોર્ડ પાસે ખુશનુમા ટ્રેડર્સ નામની રેડીમેડની દુકાન ધરાવે છે. મિનાઝ જમવા માટે ઘરે જઈ રહ્યો હતો ત્યારે સંકલિતનગરમાં રહેતો સમીર ઉર્ફે પેન્ડી અબ્દુલખાન પઠાણ અને તેનો ભાઈ શહેબાઝ ઉર્ફે ટેટી અબ્દુલખાન પઠાણ આવ્યા હતા. બંને ભાઈ હાથમાં ખુલ્લા છરા લઈને આવ્યા હતા, જેમાંથી સમીરે મિનાઝને છરો બતાવીને કહ્યું હતું કે, ‘તું અહીંનો દાદા થઈ ગયો છું, અહીંયાંનો દાદા તો હું છું.’ આટલું કહીને મારવા લાગ્યો હતો. જ્યારે તેનો ભાઈ શહેબાઝ ટેટી પણ મિનાઝને મારવા લાગ્યો હતો અને દુકાનમાં ઘૂસીને તોડફોડ કરવા લાગ્યો હતો.

બંનેએ ધમકી પણ આપી હતી કે આજ પછી અહીં દેખાઈશ તો જીવતો નહીં છોડુર્ં મિનાઝની દુકાનમાંથી બહાર આવીને બંને બાજુમાં આવેલી અબુલ બકરમ મોહંમદ હનીફ શેખની એમ.એફ. ચીકન ની દુકાનમાં જઈને અબુલ બકરમને ગાળો બોલવા લાગ્યા હતા અને તેની સાથે પણ મારામારી કરી હતી. ત્યારબાદ કાસમભાઈ હૈદરભાઈની મીરઝાની કટલરીની લારી પાસે જઈ કાસમભાઈને કહ્યું હતું કે, હું અહીંનો ડોન છું, કાલથી અહીં દેખાઈશ તો મારી નાખીશું. જાેકે મિનાઝના કાકાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા બંને ભાઈ ભાગી ગયા હતા. આ અંગે મિનાઝ સૈયદે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જાેકે આ અંગે પૂછતાં વેજલપુર પીઆઈ એચ. જી. પલ્લાચાર્યે આ ફરિયાદ વિશે કશું જાણતા નહીં હોવાનું જણાવ્યું હતું. સુલતાનખાન હાલ ગુજસીટોકના કેસમાં જેલમાં છે,

પરંતુ સમીર પેન્ડી વિરુદ્ધ પણ વેલજપુર પોલીસ સ્ટેશનમાં ઘણા ગુના નોંધાયેલા છે. તે વેજલપુર પોલીસ સ્ટેશનના ચોપડે જુવેનાઇલ હિસ્ટ્રીશીટર આરોપી છે. જ્યારે વેપારીઓએ રજૂઆત કરી હતી કે, બંને ભત્રીજા સુલતાનખાન વતી વેપારીઓને ધમકીઓએ આપી પૈસા પડાવે છે.જુહાપુરામાં કુખ્યાત સુલતાનખાન પઠાણના બે ભત્રીજા સમીર ઉર્ફે પેન્ડી અને શહેબાઝ ઉર્ફે ટેટી હાથમાં છરો લઈને વેપારીઓની દુકાનોમાં ઘૂસી ગયા હતા અને પોતે વિસ્તારના દાદા હોવાનું કહીને વેપારીઓને માર મારીને ધાકધમકી આપી હતી. આ અંગે વેજલપુર પોલીસે બંને ભાઈ વિરુધ્ધ ગુનો નોંધ્યો છે.

Follow Me:

Related Posts