અમદાવાદના દાણીલીમડામાં ઉમેદવાર કૌશિકા પરમારે મહિલાઓને આપી સાડીઓ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી જીતવા માટે અલગ અલગ પ્રકારની રેવડી આપવામાં આવી છે. ત્યારે અસદુદ્દિન ઓવૈસીની છૈંસ્ૈંસ્ પાર્ટીના દાણિલીમડાના ઉમેદવાર કૌશિકા પરમારે રાજેન્દ્ર પાર્ક સોસાયટીમાં મહિલાઓ અને બુઝુર્ગોને સાથે રાખીને દિવાળીનું સ્નેહ સંમેલન યોજ્યું હતું. જેમાં તેમણે મહિલાઓને સાડીઓ દિવાળીની ગિફ્ટ રૂપે આપી હતી. આ દરમિયાન તેમની સાથે છૈંસ્ૈંસ્ પાર્ટીના અમદાવાદના પ્રવક્તા અસ્લમ શેખ પણ હાજર રહ્યાં હતા. કૌશિકા પરમારે દાણીલીમડા અને બહેરામપુરામાં પાંચસોથી વધુ મહિલાઓને સાડીઓ આપી હતી. આ અંગે છૈંસ્ૈંસ્ના અમદાવાદ શહેરના પ્રવક્તા અસલમ શેખે જણાવ્યું હતું કે, અમારા ઉમેદવાર કૌશિકા પરમારે દાણિલિમડા અને બહેરામપુરામાં દિવાળી નિમિત્તે બુઝુર્ગ મહિલાઓને સાડીઓનું વિતરણ કર્યું હતું.
એક હજાર જેટલી સાડીઓ મંગાવી હતી પરંતુ તેમાંથી પાંચસોથી સાતસો સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરમાં હજી પણ ગરીબ લોકોને સાડીઓ વહેંચવા માટેનું આયોજન છે. આવું અમે દર વખતે કરીએ છીએ. ચાહે ઈદ હોય, રમજાન હોય કે પછી દિવાળી હોય. ગરીબ લોકોને સાડીઓ વહેંચીએ છીએ. તે ઉપરાંત છૈંસ્ૈંસ્ના ગુજરાતના પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ કહ્યું હતું કે, અમારા ઉમેદવારે સાડીઓ વહેંચી છે એની જાણ મને થઈ છે. પરંતુ તેમણે પોતાના તરફથી ગરીબ વિસ્તારમાં સાડીઓ વહેંચી છે. અમારી પાર્ટીએ નથી વહેંચી. તેઓ સામાજિક સંસ્થા ચલાવે છે અને ગરીબોને અવારનવાર આ પ્રકારે મદદ કરતાં હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ગરીબ લોકોને આવી સાડી વિતરણ કરવાનું પાર્ટીનું કોઈ આયોજન નથી.
અમારા ઉમેદવારે માત્ર તેમના વિસ્તારમાં ગરીબોની પોતાના તરફથી મદદ કરી છે. ચૂંટણીને પગલે ઓવૈસીની પાર્ટી છૈંસ્ૈંસ્ પણ ગુજરાતની ૩૦ બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. જેને લઇને હવે ગુજરાતમાં ચૌપાંખિયો જંગ જામે તેવા સંજાેગો વર્તાઇ રહ્યા છે.અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીનું સંપૂર્ણ ધ્યાન દલિત અને મુસ્લિમ વોટ ઉપર છે. છૈંસ્ૈંસ્ દ્વારા અમદાવાદની ૫ વિધાનસભા બેઠક, અબડાસા, માંડવી, ભૂજ, અંજાર,ગાંધીધામ,જૂનાગઢ, જૂનાગઢ ગ્રામ્ય, માંગરોળ, ધોરાજીમાં છૈંસ્ૈંસ્ ચૂંટણી લડશે. વધુમાં ઉના, કોડિનાર, ઉમરેઠ, ખંભાળિયા, સોમનાથ સહીતની બેઠક પર છૈંસ્ૈંસ્ પાર્ટી ઝંપલાવી શકે છે. હવે છૈંસ્ૈંસ્ની એન્ટ્રીને લઇને કોંગ્રેસના મુસ્લિમ મતો પર પણ જાેખમ છે. ૨૦૨૧ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૨૬ સીટો ઉપર છૈંસ્ૈંસ્એ જીત હાંસલ કરી હતી. ત્યારે ૨૦૨૨ની ચૂટંણીને લઇને અસદુદ્દીન ઓવેસીના ગુજરાત પ્રવાસમાં પણ વધારો આવ્યો છે. અત્યાર સુધીમાં છૈંસ્ૈંસ્એ અમદાવાદની ૩ અને સુરતની ૨ બેઠકો સહીત અનેક બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ પાંચમાંથી ચાર ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે.
Recent Comments