fbpx
ગુજરાત

અમદાવાદના ધોળકાના આંબેઠી ગામના રોડ પર મગર દેખાતા ખેડૂતો અને વાહનચાલકોમાં ભયની લાગણી પ્રવતિર્

વડોદરામાં વિશ્વામિત્રી નદી મગરોના લીધે જાણીતી છે અને વિશ્વામિત્રીમાં રહેતા મગરો દર વર્ષે કોઈને કોઈનો ભોગ તો લે જ છે. હવે વડોદરા જેવું અમદાવાદમાં પણ થવા લાગ્યું છે. અમદાવાદ જિલ્લાના ધોળકામાં રોડ પર મગર જાેવા મળ્યો છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી મગરોના લીધે જાણીતી છે અને વિશ્વામિત્રીમાં રહેતા મગરો દર વર્ષે કોઈને કોઈનો ભોગ તો લે જ છે. હવે વડોદરા જેવું અમદાવાદમાં પણ થવા લાગ્યું છે.

અમદાવાદ જિલ્લાના ધોળકામાં રોડ પર મગર જાેવા મળ્યો છે. અમદાવાદના ધોળકાના આંબેઠી ગામના રોડ પર મગર જાેવા મળ્યો છે. આંબેઠી ગામના ટવાળી મંદિર નજીક તળાવ આવેલું છે. આ તળાવમાં મહાકાય મગર જાેવા મળ્યો છે. મધરાત્ર દરમિયાન આ મગર પાછો રોડ પર આવી જાય છે. આ મગર દેખાતા ખેડૂતો અને વાહનચાલકોમાં ભયની લાગણી પ્રવર્તે છે. તેઓએ તંત્ર મગરને પાંજરે પૂરે તેવી માંગ કરી છે. લોકોનું કહેવું છે કે અમે મગરને પકડવા માટે વનવિભાગ સમક્ષ રજૂઆતો તો કરી છે, પરંતુ હજી સુધી આ દિશામાં પગલાં લેવાયા નથી. જ્યાં સુધી મગર કોઈનો શિકાર કરી નહી જાય ત્યાં સુધી તંત્ર જાગશે નહી. જાે તંત્ર પગલાં નહીં લે તો લોકો પોતે જ મગરનો શિકાર કરી નાખશે. આ સમયે પછી તંત્રને વાંધો હોવો ન જાેઈએ.

Follow Me:

Related Posts