અમદાવાદના નહેરુનગર પાસે જૂની અદાવતમા શાકભાજીની દુકાન ચલાવતા વેપારી પર ફાયરિંગ થયું
નહેરુનગર પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. નેહરુનગર ટાગોર પોલીસ ચોકી પાસે અજાણ્યા લોકોએ એક વ્યક્તિને ગોળી મારી દીધી છે. નહેરુનગર પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. નેહરુનગર ટાગોર પોલીસ ચોકી પાસે અજાણ્યા લોકોએ એક વ્યક્તિને ગોળી મારી દીધી છે. મહાલક્ષ્મી શાકભાજીની દુકાન ચલાવતા વેપારી પર ફાયરિંગ થયું છે. એક્ટિવા પર સવાર વ્યક્તિએ એક રાઉન્ડ ફાયરિંગ કરી નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત વેપારીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પારિવારિક વિવાદમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની આશંકા છે.
એલિસબ્રિજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ફાયરિંગની ઘટનાની માહિતી મળતા જ ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયરિંગનું કારણ પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, શહેરના નહેરુનગરના માણેકબાગ રોડ પર રાત્રે ૮ વાગ્યાની આસપાસ શાકભાજીના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સેટેલાઈટમાં રહેતા ૬૫ વર્ષીય બદાજી ચમનાજી મોદી નહેરુનગર સર્કલ પાસે બોરાણા વેજીટેબલ્સ એન્ડ મહાલક્ષ્મી ફ્રુટ નામની દુકાન ધરાવે છે. શનિવારે રાત્રે ૮ વાગ્યે તેઓ તેમના પુત્ર રતનલાલ સાથે દુકાનની બહાર બેઠા હતા. ત્યારે ટાગોર ચોકી પાસેથી એક વાહનમાં બે લોકો આવ્યા હતા.
તેમાંથી એક વ્યક્તિ વાહનમાંથી નીચે ઉતર્યો, તેને નજીકથી ગોળી મારી અને બાઇક સાથે ઉભેલા વ્યક્તિ તરફ દોડ્યો અને ભાગી ગયો. વેપારી બદાજીને કાનમાં ગોળી વાગતાં લોહી વહેવા લાગ્યું હતું. અહીં ઉભેલા ગ્રાહકો અને આસપાસના દુકાનદારોમાં નાસભાગ મચી ગઈ હતી. એલિસબ્રિજ, સેટેલાઇટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ડીસીપી, એલસીબી અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી, ઝોન ૭ના એસીપી સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે બે કારણો શોધી કાઢ્યા છે. બદાજીના ભાઈ ખેતારામની રાજસ્થાનમાં એક વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે બડાજીએ આ હત્યા કરી હોવાની શંકા રાખીને સંબંધીઓએ ગોળી ચલાવી હતી. સાથે જ આ પરિવારની જમીન રાજસ્થાનમાં આવેલી છે. પોલીસનું માનવું છે કે વડીલોની જમીનને લઈને વિવાદ હતો તેથી બદાજીએ સહી કર્યા વિના જ ગોળી ચલાવી હતી.
Recent Comments