અમદાવાદના નિકોલમાં હીટ એન્ડ રનનો બનાવ, આરોપી ડ્રાઈવરની પોલીસ દ્વારા શોધખોળ શરૂ
અમદાવાદમાં દિવસે ને દિવસે જાણે લોકોમાં પોલીસ અને કાયદાનો ખોફ રહ્યોજ નથી, બેફામ ડ્રાઇવિંગ ના કારણે અકસ્માતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, આ વક્તએ નિકોલ વિસ્તારમાં હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં રોડ પર જઈ રહેલા એક જ પરિવારના સભ્યોને પૂરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે જોરદાર ટક્કર મારી હતી. એક પરિવારના બાળક સહિત ચાર લોકોને કારે ઉછાળી દીધા હતા.
અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. કેટલાક લોકોએ ભાગી રહેલા કારચાલકનો પીછો કર્યો હતો પણ તે ફરાર થઈ ગયો હતો. આ બનાવ ૩૧ મેના રોજ બન્યો હતો જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ બનાવની વિગત મુજબ નિકોલમાં રહેતા અંકિત વિરાણી ૩૧મીની રાત્રે તેમની પત્ની, સાળા અર્જુન અને દોઢ વર્ષની દિકરી સાથે ગુરૂકુળ વિસ્તારમાં હગયા હતા. તેઓ અહીંના એક કોમ્પ્લેક્સ સામે રોડની સાઈડમાં ઉભા રહ્યા હતા. દરમિયામ પૂરઝડપે આવી રહેલા કારચાલકે તેમને અડફેટે લેતા ચારેય જમા ઉછળીને દૂર સુધી ફેંકાયા હતા.
Recent Comments